કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)

#SF
આજે મે કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી હોઈ છે
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#SF
આજે મે કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી હોઈ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ, લાલ મરચું,જીરૂ અને મીઠું મિક્સ કરી મિક્સર માં ચટણી બનાવી લો અને ટામેટા ની પ્યુરી બનાવી લો
- 2
હવે બટાકા ને બાફી લો અને છાલ કાઢી છીણી ને માવો કરી લેવો હવે એક કડાઈ મે તેલ ગરમ કરી તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરો અને 1 મિનિટ થવા દો ત્યાં પછી તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો અને મિક્સ કરી ફરીથી એક મિનિટ માટે થવા દો
- 3
હવે તેમાં દાબેલી મસાલો ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો હવે તેમાં બાફેલા બટાકા તથા એક બાફેલા બટાકા ના ટુકડા ઉમેરી મિક્સ કરો હવે તેમાં લસણ ની ચટણી ઉમેરો અને થોડુ પાણી ઉમેરી ઉકળવા દો હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરો અને 2 મિનિટ માટે ઉકાળવું અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરો
- 4
હવે સર્વિગ પ્લેટ માં પહેલા ટોસ્ટ ના ટુકડા લો તેના ઉપર બટાકા નો રગડો ઉમેરો ત્યાર બાદ લસણ ની ચટણી ઉમેરો પછી આંબલી ની મીઠી ચટણી,ડુંગળી, મસાલા શીંગ અને નાયલોન સેવ ઉમેરો હવે તેના ઉપર ટામેટા, દાડમ ના દાણા અને લીલા ધાણા ઉમેરો
- 5
હવે એકદમ ચટપટી કચ્છી કડક સર્વ કરવા માટે તૈયાર છે
- 6
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ