કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#SF
ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો.

કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)

#SF
ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૨ કચોરી
  1. મસાલો****
  2. ૭૫ ગ્રામ બેસન
  3. ૬૦ ગ્રામ મગની દાળ ૪ કલાક પલાળેલી
  4. ૨૫ ગ્રામ લીલા મરચાં વાટેલા
  5. ૫ ટેબલ સ્પૂનતેલ
  6. ૫ ગ્રામજીરૂ
  7. ૫ ગ્રામ વરિયાળી
  8. ૧૫ ગ્રામ સાકર
  9. + ૫ લવિંગ અને મરી નો ભૂકો
  10. ૧/૨+ ૧/૨ ટી સ્પૂન બધું જીરૂ,સંચળ,ચાટ મસાલો,ગરમ મસાલો,હળદર
  11. ૧ ટી સ્પૂન લાલ મરચુ
  12. ૧ ટી સ્પૂન આમચૂર પાઉડર
  13. ૧/૨ કપ કોથમીર
  14. ૧/૨ કપ ફુદીનો ઝીણા સમારેલા
  15. ૧ ટી સ્પૂનહિંગ+૨ ટેબલ સ્પૂન પાણી
  16. પડ માટે****
  17. ૨૫૦ ગ્રામ મેંદો
  18. ૨ ટેબલ સ્પૂન બેસન
  19. ૧ ટી સ્પૂન મીઠું
  20. ૫૦ ગ્રામ તેલ
  21. તળવા માટે તેલ
  22. સર્વ કરવા માટે****
  23. ૩ કપદહીં + ૧/૨ કપ તીખી ચટણી
  24. ૧ કપ મીઠી ચટણી
  25. ૧ કપ કાંદો ઝીણો
  26. ખારી બૂંદી, સેવ, કોથમીર, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પ્લેટ માં સાકર, મીઠું, સંચળ, ચાટ મસાલો, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, આમચૂર પાઉડર, કોથમીર, ફુદીનો, લવિંગ - મરી નો ભૂકો બધું માપ પ્રમાણે તૈયાર કરી લો. હિંગ ૨ ટેબલ સ્પૂન પાણી માં ભેળવી લો.

  2. 2

    એક કડાઈ માં ૫ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. એમાં જીરૂ અને વરિયાળી ઉમેરો. હવે બેસન ઉમેરી ધીમા તાપે ૨૦ મિનિટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

  3. 3

    હવે ક્રશ કરેલા લીલા મરચા ઉમેરી 1/2મિનિટ શેકી, પલાળેલી મગની દાળ નું પાણી કાઢી ઉમેરી બે મિનિટ શેકી લો.

  4. 4

    હવે પ્લેટ માં તૈયાર કરેલો મસાલો અને હિંગવાળું પણી ઊમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી મસાલા ને પ્લેટ માં કાઢી ઠંડુ કરી લો.

  5. 5

    હવે કથરોટ માં મેંદો, બેસન, મીઠું, ૫૦ ગ્રામ તેલ અને ૧/૨ કપ પાણી મિક્સ કરી લોટ બાંધી લો. લોટ ના ૧૨ લૂઆ કરી લો. મસાલા ના પણ એકસરખા ૧૨ ગોળા તૈયાર કરી લો.

  6. 6

    એક લુવો લઈ હાથેથી ચપટો કરી વચમાં મસાલો મૂકી બરાબર બંધ કરી લો. તૈયાર કરેલા મસાલો ભરેલા લૂઆ ને હાથેથી ફેરવી ને ચપટા કરી લો.

  7. 7

    હવે ગરમ તેલ માં ધીમા તાપે કચોરી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. કાઢી ને ઠંડી થાય એટલે એક ડબ્બામાં ભરી લો.

  8. 8

    સર્વ કરતી વખતે એક પ્લેટ માં એક કચોરી થોડી તોડી ને મૂકો. હવે બૂંદી, દહીં, કાંદા, તીખી - મીઠી ચટણી, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, કોથમીર, સેવ ભભરાવી ચાટ સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes