ખીચું (Khichu Recipe In Gujarati)

#SF
આજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે
ખીચું (Khichu Recipe In Gujarati)
#SF
આજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર માં પાણી ગરમ કરો પછી તેમાં અજમો,જીરૂ અને જીરા પાઉડર ઉમેરી ઉકળવા દો પછી તેમાં વાટેલા મરચા ઉમેરો બરાબર ઉકળે એટલે તેમાં ખારો ઉમેરો અને ઉકાળો ઉભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો
- 2
હવે તેમાં ચોખા નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો ધ્યાન રાખો કે ગઠા ના પડે બધો લોટ ઉમેરી બરાબર હલાવી ફરી થી ગેસ ચાલું કરો અને કોટન ના નેપકીન ને પાણી થી પલાળી બરાબર નીચોડી કૂકર માં લોટ બરાબર ઢંકાય એવી રીતે મૂકી દો અને કૂકર ની નીચે તવી મૂકી દો અને ગેસ ધીમો જ રાખો
- 3
હવે 20 મિનિટ પછી ખીચું સર્વ કરવા માટે તૈયાર થઈ ગયું તેને પાણી વાળો હાથ કરી ડોનટ્સ નો આકાર આપો અને પ્લેટ માં મૂકી તેના ઉપર અથાણાં નો મસાલો સ્પ્રિંકલ કરો અને ઉપર થી સીંગતેલ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ