સ્ટીમ ઢોકળા

Bhavna Lodhiya @BHAVNA1982
સ્ટીમ ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચોખા અને ચણાદાળ ને મિક્સમાં દળી લઈએ. અને છાસ અને ગરમ પાણી માં મિક્સ કરી ખીરું તૈયાર કરીએ. આખી ચણાદાળ પણ તેમાં નાખીએ. હવે 5કલાક રેવા દઈએ.
- 2
હવે લસણની પેસ્ટ તૈયાર કરી ખીરામાં મિક્સ કરીએ. હવે સાજીના ફૂલ અને સીંગતેલ મિક્સ કરીને તેમાં થોડું ગરમ પાણી ઉમેરી મિક્સ કરીને ખીરા માં એડ કરીને ફૂલ હલાવવું. આમ કરવાથી એકદમ આથો આવશે અને ઢોકળા એકદમ સોફ્ટ થશે.
- 3
હવે ઢોકળીયા માં પાણી ને ગરમ કરી એક ડીશ પર તેલ લગાવી 2ચમચા ખીરું નાખી તેના પર મરચા ની કટકી, ધાણાભાજી અને લાલ મરચા પાઉડર છતીએ. હવે 20 મિનિટ સ્ટીમ થવા દઈએ.
- 4
હવે લસણની ચટણી, દહીં ની ચટણી અને તેલ સાથે ગરમાગરમ ઢોકળા સર્વ કરીએ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16272843




ટિપ્પણીઓ