ડ્રાય અળવી (Dry Arvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રાય અળવી બનાવવા માટે સવ પ્રથમ અળવી ને પાણી થી સાફ કરી ને કુકરમાં પાણી અને મીઠું નાખીને બાફી લો,
- 2
પછી તેલ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના પછી એક બાઉલ માં ઠંડા થવા દો ત્યાં સુધી મસાલો તૈયાર કરી એ ડીશ માં મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ પાઉડર લઈ ને મિક્સ કરીને મસાલો રેડી કરો,
- 3
પછી અળવી ને વચ્ચે થી કાપો પાડી ને અંદર બનાવેલો મસાલો ભરી હાથે થી પ્રેસ કરી ને ઉપર પણ મસાલા થી કોટ કરી લો પછી એક કડાઈમાં તેલ ઉમેરો પછી શિમલા મરચા ને સાંતળો પછી વાટેલું લસણ જીરું,તલ, હીંગ ને સાંતળી ને ૧/૨ ચમચી જેટલો બનાવેલો મસાલો ઉમેરો ૨ ચમચી જેટલું પાણી નાખી ને અળવી ઉમેરી ને મિક્સ કરો કોથમીર નાખીને એક મિનિટ હલાવીને કુક કરો સવ કરો.
- 4
આ ડ્રાય અળવી સાઇડ ડીશ માં લઇ શકાય અને અને રોટલી સાથે સૂકી ભાજી ની જેમ સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16364527














ટિપ્પણીઓ