રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો અને ઘઉં બન્ને લોટ માં મુઠ્ઠી પડતું ઘી નૂ મોણ નાખી હળવે હાથે મિક્સ કરો.જરૂર મુજબ મીઠું અને અજમો એડ કરી લોટ બાંધી રેસ્ટ આપો. બીજી તરફ ઘી અને લોટ ને મિક્સ કરી સાટો બનાવી સાઇડ માં રાખો.
- 2
લોટ માંથી 3 મોટી રોટલી વણી લો. એક રોટલી પર સાટો લગાવી તેના પર બીજી રોટલી મૂકો.ફરી પાછો સાટો લગાડી ત્રીજી રોટલી તેના પર મૂકો.
હવે લાંબા કાપા પાડી રોલ વાળી લૂઆ કરી લો.હવે તેને બે વેલણ મારી પૂરી વણી લો. - 3
પૂરી ને ગરમ તેલ માં ધીમા તાપે તળો. તળતી વખતે ચીપિયાની મદદ થી ગોળ ફેરવી પકવાન ના બધા લેયર છૂટા પાડતા જવુ.
તૈયાર છે પકવાન તેને ડીશમાં લઈ લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16399248






ટિપ્પણીઓ (4)