ભૂંગળા બટાકા ચાટ

કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તેનું એક બેસ્ટ ઓપ્શન છે મસાલા ભુંગળા બટાકા જે ઝટપટ સરળતાથી બની પણ જાય છે અને ટેસ્ટમાં પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે
#cookwellchef
#ebook
#RB8
ભૂંગળા બટાકા ચાટ
કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તેનું એક બેસ્ટ ઓપ્શન છે મસાલા ભુંગળા બટાકા જે ઝટપટ સરળતાથી બની પણ જાય છે અને ટેસ્ટમાં પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે
#cookwellchef
#ebook
#RB8
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાની પહેલા છાલ ઉતારો. તેના એકાદ ઈંચ જેવડા ટુકડા કરો. ત્યાર પછી કૂકરમાં થોડુ પાણી અને મીઠું ઉમેરી ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી તેને બાફી લો અને કૂકર ઠંડુ થવા દો.બટાકા બફાય ત્યાં ભૂંગળા તળીને સાઈડમાં તૈયાર રાખો.
- 2
ટમેટાના ટુકડા કરો અને શક્ય હોય તો તેમાંથી બી વાળો ભાગ અલગ તારવી લો. તેમાં ડુંગળી, લસણ, મરચુ અને આદુ ઉમેરીને તેને મિક્સરમાં બરાબર પીસીને પ્યુરી તૈયાર કરી લો.
- 3
હવે 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી એટલે જીરુ નાંખો. જીરુ તતડે ત્યાર બાદ હીંગનો વઘાર કરીને મિક્સરમાં તૈયાર કરેલી પેસ્ટ તેમાં નાંખી દો અને તેને ધીમાથી મધ્યમ ગેસ પર સંતળાવા દો. જ્યાં સુધી તેલ પેસ્ટથી છૂટુ ન પડે ત્યાં સુધી તેને સાંતળો.પેસ્ટમાંથી તેલ છૂટુ પડે એટલે તેમાં પેસ્ટ જેટલુ મીઠું ઉમેરો. બટાકા બાફવામાં મીઠું નાંખ્યુ હોવાથી મીઠું ડબલ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખો. ત્યાર બાદ તેમાં લાલ મરચુ, હળદર, ગરમ મસાલો, ધાણા જીરુ વગેરે મસાલો ઉમેરી તેને સાંતળો.
- 4
પેસ્ટમાં બરાબર મસાલો સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા ઉમેરી લો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને તેના પર કોથમીર ભભરાવી દો. તમે લીલી ડુંગળી કે લીંબુ સાથે આ ડિશ સર્વ કરીશકો છો. તમે ઈચ્છો તો ઉપરથી ગળી અને લીલી ચટણી ઉમેરી શકો છો. આ મસાલાવાળા બટેટાને તળેલા ભૂંગળાની સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (2)