અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કડાઈમાં ઘી ગરમ મુકો ઘી ગરમ થાય એટલે તેમાં રવો નાખી મિક્સ કરી લો. તેમા ચણા નો લોટ નાખી ને હલાવી બદામી રંગ થઈ જાય એટલે તેમાં નારિયેળ નો ભુકો, ઇલાયચી નો ભુકો નાખી ને મિક્સ કરી ને ઠંડુ કરી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ખાંડ નાખી પાણી નાખી ને મિક્સ કરી ને 1 તાર ની ચાસણી થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું. ચાસણી તૈયાર થઈ જાય એટલે બનાવેલા મિશ્રણ મા ચાસણી નાખી ને મિક્સ કરી લો. એક કટેનર મા ઘી ચોપડી ને મિશ્રણ ને પાથરી દેવાનું.
- 3
હવે પાથરેલુ મિશ્રણ મા ખસખસ છાટી અને બદામ - કાજુ ના કતરન નાખી ને દબાવી ને 3 કલાક માટે સેટ કરવા મુકો. પછી તેમા કાપા પાડી ને સર્વ કરો. તૈયાર છે અમૃતપાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488597











ટિપ્પણીઓ