પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)

#LCM
પાઉ બટાકા એ નવસારીની પ્રખ્યાત રેસીપી છે જે સ્વાદમાં સ્પાઈસી અને ચટપટી લાગે છે જે નવસારીના સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પ્રખ્યાત છે તે કોથમીર ની ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકાને ધોઈને બાફી લો બાફ્યા બાદ છાલ ઉતારીને સમારી લો
- 2
લસણ આદુ-મરચાની પેસ્ટ બનાવી લો કોથમીરની લીલી ચટણી પણ બનાવી લો
- 3
આખા ધાણાને શેકી લો અને પછી ઠંડા થયા બાદ તેને મિક્સરમાં મરી સાથે ગ્રાઇન્ડ કરી લો
- 4
એક કડાઈમાં તેલ મૂકો તેમાં રાઈ જીરું મીઠો લીમડો અને હિંગ ઉમેરીને તેમાં બાફેલા બટાકા ઉમેરવા પછી બધું બરાબર મિક્સ કરી લો
- 5
ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું હળદર ધાણાજીરું,ગ્રાઈન્ડ કરેલા દાણા અને મરી પાઉડર ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો
- 6
ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરી તને ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર મિનિટ ચડવા દો
- 7
ઢાંકણ કાઢી તેમાં લીલી ચટણી ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો. બે મિનિટ ચડવા દઈને ગેસ બંધ કરી લો
- 8
પાઉ લો તેને વચ્ચેથી કટ કરી ગરમ તવી માં ઘી થી શેકી લો (તેમાં તમને ગમે તો લાલ મરચું ઘીમાં એડ કરી શકો છો અને તેમાં પાઉં શેકી મસાલા પાવ બનાવી શકો છો)
- 9
હવે આ પાઉં બટાકા તૈયાર છે તેને કોથમીરની ચટણી સાથેે સર્વ કરો
- 10
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ