સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)

hetal shah @cook_26077458
સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં સોજી લેવી તેમાં દહીં ઉમેરી મિક્સ કરી 15 મિનિટ ઢાંકી રાખવું જેથી રવો ફૂલી જાય
- 2
હવે રવો પલળે ત્યાં સુધી બધા વેજીટેબલ ને કટર થી ઝીણા કટ કરી લેવા અને કોથમીર ને ઝીણી સુધારી લો
- 3
હવે રવા ના મિશ્રણ માં બધા વેજીટેબલ, અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 4
હવે મીઠું અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરો
- 5
હવે નોનસ્ટિક પેન કે તવી માં ઘી લગાવી ગરમ કરો પછી બ્રેડ ઉપર બટર લગાવી તેના ઉપર સોજી નું બેટર મૂકો
- 6
હવે બ્રેડ ઉપર સોજી નું બેટર સ્પ્રેડ કરો અને ગરમ નોનસ્ટિક તવી ઉપર મિશ્રણ વાળો ભાગ નીચે આવે તે રીતે બ્રેડ ની સ્લાઈસ મૂકો અને ઉપર ની બાજુ ઘી લગાવો અને સ્લો ટુ મીડીયમ ફ્લેમ ઉપર શેકો
- 7
હવે બીજી બાજુ પલટાવી લો બંને બાજુ બરાબર શેકી લેવા અને એક પ્લેટ માં કાઢી લો
- 8
હવે ગરમ ગરમ સોજી ટોસ્ટ ને સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- પાલક પાત્રા જૈન (Spinach Patra Jain Recipe In Gujarati)
- મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
- મેથી રીંગણ વટાણા નું શાક (Methi Brinjal Peas Sabji Recipe In Gujarati)
- આખા રીંગણા બટાકા નું ગ્રેવીવાળું શાક ઢાબા સ્ટાઈલ (Akha Ringan Bataka Gravy Valu Shak Dhaba Style Rec
- વધેલી રોટલી ના ઉત્તપમ (Vadheli Rotli Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16663512


























ટિપ્પણીઓ