છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ગરમ પાણી માં 5 કલાક છોલે ચણા પલાળેલા ગેસ ચાલુ કરી કુકરમાં 6 સીટી કરી બાફી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું અને હિંગ નાખી વઘાર કરી તેમાં મીક્ષરમાં ક્રશ કરી લસણ ડુંગળી ની પેસ્ટ ઉમેરવી અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો. ટામેટાં નું ઝીણું સમારેલું સાંતળી લો.
- 3
બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા છોલે ચણા ઉમેરો.મસાલો ઉમેરો તેને હળવા હાથે હલાવતા રહો.
- 4
કુલચા નો લોટ 1થી દોઢ કલાક પહેલા બાંધી લો.તેમા મેંદો બાઉલમાં લઈ મીઠું, ખાંડ પાઉડર ખાવાનો સોડા, દહીં તેલ નું મોણ નાખી સાધારણ લોટ બાંધવો તેમાંલોટ બાંધવા ગરમ પાણી જરૂર પડે તો લેવું.કાપડ ઢાંકી થોડીવાર મુકી રાખો.
- 5
ત્યાર પછી તેને ખોલીલોટ ને તેલ થી મસળી લુઆ બનાવી લો.કુલચા હળવા હાથે વણો તેમાં કલોન્જી ભભરાવી થવા પર બટર લગાવી શેકી લો.
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ કુલચા ગરમાગરમ પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16704375





















ટિપ્પણીઓ (4)