શામ સવેરા સબજી (Shaam Savera Sabji Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

શામ સવેરા સબજી (Shaam Savera Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક ૧૫ મિનિટ
  1. પાલક ના બેઝ માટે:
  2. ઝૂડી પાલક
  3. ૨ ટેબલસ્પૂનતેલ
  4. ૧ ટી સ્પૂનઆદું ની પેસ્ટ
  5. ૧ ટી સ્પૂનલસણની પેસ્ટ
  6. ૧/૨ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  7. ૧ ટી સ્પૂનજીરું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/૨ ટી સ્પૂનમરી નો પાઉડર
  10. ૧ ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  11. ૧ ટી સ્પૂનધાણાજીરું
  12. ૩ ટી સ્પૂનકાજુ નો ભુક્કો
  13. ૪ ટેબલસ્પૂનબેસન
  14. સ્ટફિંગ માટે:
  15. ૧ કપપનીર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૧/૨ ટી સ્પૂનમરી નો ભુક્કો
  18. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  19. ૧/૨ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  20. ૨ ટેબલસ્પૂનકોનૅ ફલોર
  21. ગ્રેવી માટે:
  22. ૨ ટેબલસ્પૂનતેલ અથવા માખણ
  23. ૧ ટી સ્પૂનજીરું
  24. ૨ નંગ કાંદા ના ટુકડા
  25. ૧ ટી સ્પૂનલસણની પેસ્ટ
  26. ૧/૨ઈચ આદું નો ટુકડો
  27. ૭-૮ નંગ કાજુ
  28. ૧ નંગ કાશ્મીર મરચું સુકું
  29. ૫ નંગ ટામેટાં ના ટુકડા
  30. મીઠું સ્વાદ અનુસાર
  31. ૨ ટી સ્પૂનધાણાજીરું
  32. ૧ ટી સ્પૂનલાલ મરચું
  33. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  34. ૧ ગ્લાસપાણી
  35. ગ્રેવી વઘારવા માટે
  36. ૧ ટી સ્પૂનતેલ
  37. ૧ ટી સ્પૂનબટર
  38. તેજપતુ
  39. ઈલાયચી
  40. ૧/૨ ટી સ્પૂનકસુરી મેથી
  41. ૧/૪ ટી સ્પૂનગરમ મસાલો
  42. ૧ ટી સ્પૂનમધ
  43. ૨ ટી સ્પૂનફૅશ મલાઈ
  44. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક ૧૫ મિનિટ
  1. 1

    પાલક ગરમ પાણી મા નાખી બલાનચ કરી તરત ઠંડા પાણીમાં નાખો જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે. પછી મિકસરમાં પીસી પ્યુરી બનાવો.

  2. 2

    પેન માં તેલ ગરમ કરી જીરું મૂકી તેમા આદું ની લસણની લીલા મરચાં ની પેસ્ટ નાખી હલાવો. પછી પાલક ની પ્યુરી નાખી મીઠું જીરાનો પાઉડર મરીનો પાઉડર ધાણાજીરું બેસન કાજુ નો ભુક્કો નાખી હલાવો અને લોટ જવો જાડું થાય ત્યાં સુધી ધીમા તાપે સાતડો.

  3. 3

    સ્ટફિંગ માટે ની બધી સામગ્રી મિક્સ કરી મસળીને નાના બોલ્ બનાવો.

  4. 4

    પાલક ની જાડો લોટ નો લુવો લઈ હાથેથી થેલી તેમા પનીર નો બોલ મૂકી રોલ કરી કોનૅ ફલોર મા રગદોળી તળી લો.

  5. 5

    ગ્રેવી માટે પેન માં તેલ ગરમ કરી જીરું નાખી સાતડો પછી ધીમે ધીમે બધી સામગ્રી નાખી સાતડો. ઠંડુ થાય પછી મિકસરમાં પીસી ગ્રેવી બનાવો.

  6. 6

    પેનમાં તેલ અને બટર ગરમ કરી તેજપાલ ઈલાયચી નાખી ગ્રેવી ગાળીને નાખી હલાવો. પછી મીઠું કસુરી મેથી ગરમ મસાલો મધ નાખી ધીમા તાપે સાતડો. પછી મલાઈ નાખી હલાવો અને ગેસ બંધ કરવો.

  7. 7

    ડીશમાં ગ્રેવી નાખી પાલક ના કોફતા વચ્ચે થી કટ કરી ગ્રેવી મા ગોઠવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes