રાજગરા ના લોટ ની સુખડી (Rajgira Flour Sukhdi Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
રાજગરા ના લોટ ની સુખડી (Rajgira Flour Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં રાજગરાનો લોટ ચાળી લો.પછી તેમાં જરૂર મુજબ ઘી ઉમેરો અને હલાવો તેને ધીમા તાપ પર સતત હલાવતા રહેવું.
- 2
એક મિક્સર ના જારમાં મેથી ના દાણા અને ગુંદરને પીસી લો.નોંધ- મેથીના દાણા અને ગુંદરને તવા પર થોડાક શેકીને પછી પીસવા.
- 3
લોટ ઘીમાં શેકાય ત્યારે તેમાં ગુંદર અને મેથી નો પાઉડર ઉમેરો પછી ફરીથી હલાવી નાખો. પછી તેમાં સૂંઠ નો પાઉડર અને ગંઠોડા નો પાઉડર ઉમેરો.
- 4
20 થી 25 મિનિટ સુધી સતત ધીમા તાપે લોટને શેક્યા પછી તમે જોઈ શકો છો કે લોટ નો કલર બદલાઈ ગયો છે અને સરસ શેકાઈ ગયો છે.હવે તેમાં પહેલાથી કાપેલો ગોળ ને ઉમેરો હવે ગેસ બંધ કરી નાખો અને સતત હલાવો.
- 5
શેકેલા લોટમાં ગોળ એકદમ ભળી જાય ત્યાં સુધી તેને હલાવવું પછી એક થાળીમાં તેને પાથરી દો. અને પોતાની પસંદગી ના આકાર પ્રમાણે તેને કટ કરી લો.
- 6
રાજગરાના લોટની સુખડી બનીને તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16714917




















ટિપ્પણીઓ (24)