રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈ અને 1/2કલાક માટે પલાળી રાખો
- 2
હવે એક કુકરમાં જરૂર મુજબ પાણી મીઠું અને ઘી નાખી અને ચોખાને 70% બાફી લ્યો વટાણા ને ચોખા સાથે બાફી લ્યો
- 3
હવે બધા શાકભાજી ને ઝીણા સમારી લ્યો
- 4
હવે દહીંમાં મીઠું લાલ મરચું પાઉડર ચાટ મસાલો નાખી તેને પેસ્ટ તૈયાર કરો
- 5
ડુંગળીની પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ કાજુ અને મગજતરીની પણ પેસ્ટ તૈયાર કરી લો
- 6
હવે એક પેનમાં ઘી અને તેલ મૂકી બધા ખડા મસાલા નાખી હિંગ અને હળદર નાખીને વઘાર તૈયાર કરો અને તેમાં ડુંગળીની પેસ્ટ નાખી સાંતળી લ્યો ડુંગળીની પેસ્ટ છે ત્યારબાદ તેમાં કાજુની પેસ્ટ નાખી સાતળી લો. તેલ છૂટું પડે એટલે તેમાં દહીંની પેસ્ટ બનાવેલી છે તે નાખી હલાવી
- 7
હવે બધા શાકભાજી સમારેલા છે તેમાં સૌ પ્રથમ બટાકા નાખી થોડીક વાર ચડવા દો. ત્યારબાદ ગાજર કેપ્સીકમ લીલું મરચું નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી સરસ રીતે ચડી જાય ત્યારબાદ તેમાં રાંધેલા ભાત એડ કરો
- 8
હવે એકદમ હળવા હાથે શાકભાજી અને ભાતને સરસ રીતે મિક્સ કરી લો
- 9
પુલાવ તૈયાર થાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો
Top Search in
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ