દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)

શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મુઠિયાં માટે સામગ્રી લઇ બરાબર મિક્સ કરી લોટ બાંધી મુઠિયાં વાળી લો.
- 2
હવે શાક માટે દાણા લઈ મસાલા ઉમેરો. કૂકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અજમો અને હિંગ ઉમેરી દો. હવે લીલું લસણ ઉમેરો.
- 3
હવે કૂકરમાં મસાલો કરેલા દાણા ઉમેરી ૩ કપ પાણી ઉમેરીને ઉકળવા દો.
- 4
પાણી ઉકળવા લાગે એટલે તેમાં મુઠિયાં ઉમેરીને ઢાંકણ ઢાંકી ૨ સીટી વગાડી ૧૦ મિનિટ સુધી ધીમા તાપે થવા દો.
- 5
હવે ગેસ બંધ કરી વરાળ નીકળી જાય પછી ઢાંકણ ખોલી લીલું લસણ અને કોથમીર ઉમેરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)