લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાના બેબી પોટેટોસ ને બે ત્રણ પાણીથી ધોઈ અને કુકરમાં એક સીટી જેટલા બોલાવી અધકચરા આપો ઠંડા પડે એટલે તેને છાલ કાઢી તેલમાં શેલો ફ્રાય કરો.
- 2
હવે એ જ પેનમાં 4 ચમચી બટર મૂકી તેમાં જીરું તજ લવિંગ નાખી તતડે એટલે તરત જ લીલું લસણ નાખી તતડાવો લીલા આદું-મરચાની પેસ્ટ પણ નાખી એક મિનિટ માટે શેક સાંતળી લો. ત્યાર પછી તેમાં ચાર ટામેટા અને બે કાંદા નાખીને બનાવેલી ટામેટા કાંદાની પ્યુરી નાખી તેને સાતડો તેલ છૂટું પડવા આવે એટલે તેમાં લાલ કાશ્મીરી મરચું મીઠું ધાણાજીરું નાખી ધીમા ગેસ ઉપર હલાવો
- 3
હવે તેમાં 1 ચમચી ચા નો મસાલો પણ નાખી દો. ચા ના મસાલામાં તજ લવિંગ મરી ઈલાયચી સૂંઠ પાઉડર વગેરે આવાથી શાકનો સ્વાદ ખૂબ વધી જાય છે
- 4
તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં લાલ મરચું લાલ મરચાં અને સૂકા લસણની ચટણી પણ નાખી દેવી ગરમ મસાલો પણ નાખી 1/2 ગ્લાસ પાણી નાખી ગ્રેવી ને બરાબર સાતડો જેથી મસાલા આપણા બળી ન જાય હવે તેમાં આપણા સાંતળેલા બટાકા ની અંદર નાખી દો અને થોડું ક્રીમ નાખી ફરીથી હલાવો
- 5
હવે તેમાં 1 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખી ને તૈયાર કરેલા બટાકા ઉપર રેડીયો વઘાર રેડી દો ઉપર થી કોથમીર નાખો અને આ લસણીયા બટાકા ખાઈ શકાય છે
- 6
નાના વઘારીયામાં ત્રણ ચમચી તેલ મુકો. હવે તેમાં 2 ચમચી સૂકું લસણ કાપેલું અને 2 ચમચી લીલું લસણ કાપેલું નાખી તેને સાતડો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)