રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈ અને પલાળી લો
- 2
ત્યારબાદ તેને કુકરમાં ચાર ગણું પાણી મૂકી પાંચથી છ સીટી મારી લો
- 3
કઢી બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં છાશ અને બેસન લઈ અને તેને મિક્સ કરી લેવું એટલે કે ચર્ન કરી લેવું. ત્યારબાદ તેમાં મીઠું ગળાસ નાખી સાથે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખી દેવી અને બે થી ત્રણ ઉભરાવવા દેવા
- 4
હવે કઢી ઉકળી જાય એટલે તેમાં વઘાર મૂકવા
- 5
વઘાર માટે 1 ચમચીઘી લેવું. ત્યારબાદ તેને ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું મેથી તજ લવિંગ લાલ મરચા તેમજ લીમડાના પાન નાખી હિંગ નાખી ઉકળતી કઢીમાં વઘાર નાખો
- 6
હવે ઉપરથી ધાણાભાજી નાખી સર્વ કરો ગરમાગરમ ખીચડી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766795










ટિપ્પણીઓ