વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati)

#KK
કબાબ અને કટલેટ
ગુજરાત ને ફરસાણ તો ખુબ જ પ્રિય હોય છે અને જુદા જુદા ફરસાણ દરેક ની ઘરે બનતા જ હોય છે અને એમાં મેં આજે વેજ ચીઝી કટલેસ બનાવી છે તો ચાલો...
વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati)
#KK
કબાબ અને કટલેટ
ગુજરાત ને ફરસાણ તો ખુબ જ પ્રિય હોય છે અને જુદા જુદા ફરસાણ દરેક ની ઘરે બનતા જ હોય છે અને એમાં મેં આજે વેજ ચીઝી કટલેસ બનાવી છે તો ચાલો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને કુકર માં બાફી છાલ કાઢી મેશ કરી દો. ત્યાર બાદ બધા શાક દોરી વાળા કટર માં ચોપ કરી દો અને વટાણા તેમજ મકાઈ નાં દાણા ને કુકર માં બાફી દો.બધા સૂકા મસાલા પણ રેડી કરી દો.
- 2
તાવડી માં તેલ લઇ ચોપ કરેલા આદુ, લસણ અને મરચાં નાંખી ડુંગળી સાંતળી મીઠું નાંખી ગાજર નાંખી સાંતળી બાફેલા વટાણા અને મકાઈ નાં દાણા નાંખી જરૂર મુજબ મીઠું નાંખી બધા સૂકા મસાલા નાંખી હલાવી મિશ્રણ ને મેસર થી મેશ કરી ગેસ બંધ કરી દો.
- 3
હવે એક બાઉલ માં બાફી ને મેશ કરેલા બટાકા લઇ ઠંડુ કરેલું મિશ્રણ ઉમેરી પૌઆ નો ભૂકો ઉમેરી લીલા ધાણા નાંખી થોડું છીણેલું ચીઝ નાંખી કટલેસ વાળી દો.બ્રેડ ક્રમ્સ અને મેંદા નું ખીરું રેડી કરી દો.
- 4
હવે કટલેસ ને પહેલા મેંદા નાં ખીરા માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં રગદોળી દો. ડીશ માં બધી કટલેસ રેડી કરી મૂકી પછી ક્રિસ્પી તળી દો.
- 5
રેડી છે વેજ ચીઝી કટલેસ...
- 6
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (6)