અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)

અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા છોલે ને આખી રાત પાણી મા પલાળી ને રાખો પછી કૂકરમા બાફતી વખતે એક ચોખ્ખા કપડા મા ચા ની ભૂકી, લવીગ અને તજ નો ટુકડો લઈ તેની પોટલી કરી છોલે માં નાખી કૂકર બંધ કરી છોલે બાફી લો
- 2
પછી એક કડાઈ માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ અને તમાલ પત્ર અને લાલ આખા મરચા નાખો પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી પેસ્ટ ને સાંતળો
- 3
પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દો ડુંગળી ની ક્ચાસ દુર થાય એટલે તેમાં તૈયાર કરેલ ડુંગળી ટામેટા ની પ્યુરી નાખી દો
- 4
ગ્રેવિ ને ૫ મિનિટ થવા દો પછી તેમાં મરચું, મીઠું, હળદર,ઘાણાજીર,.અને છોલે મસાલો નાખી દો અને મિક્સ કરી લો મસાલો તેલ છૂટુ પડે ત્યાં સુધી થવા દો.
- 5
તેલ છૂટું પડે., એટલે તેમાં બાફેલ છોલે નાખી દો બાફવા માં નાખેલ પાણી સાથે જ નાખી દેવું
- 6
દસ મિનિટ સુધી છોલે ને થવા દો પાણી બળી જાય અને તેલ છૂટે એટલે ગેસબંધ કરી દો
- 7
તૈયાર છે છોલે ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ