તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)

#BW
શિયાળામાં મેથી તાંદળજો વગેરે ભાજી ખુબ જ સરસ આવે છે એમાં તાંદરજાની ભાજીના કોરા મુઠીયા ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તાંદળજા આપણા હેલ્થ માટે ખુબ જ સારો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
તાંદળજા ને સાફ કરી અને વધારે પાણીમાં ધોઈ નાખો કેમ કે તાંદળજા માં માટી ખૂબ હોય છે એટલે એને 1/2 કલાક પલાળી રાખો અને પછી સારી રીતે હાથથી ધોઈ અને નિતારી લેવો.
- 2
ઝીણો અને જાડો બંને લોટ ભેગા કરવા તેમાં મીઠું મરચું હળદર ખાંડ અને લીંબુનો રસ અને મોણ નાખી દેવું બધું બરાબર મિક્સ કરવું પછી તેમાં સાફ કરેલો તાંદળજો,સોડા અને જરૂર મુજબ પાણી ઉમેરી મુઠીયા ન લાંબા વાળવા.
- 3
પછી એક મોટા વાસણ માં નીચે પનીમુકી તેમાં કાંઠલો મૂકી તેના પર કાણાવાળી જાળી મૂકી બધા મુઠીયા ગોઠવી દેવા. અને તેને લગભગ 30 થી 35 મિનિટ સુધી બફાવા દેવા. પછી ચપ્પા વડે ચેક કરી લેવા જો ચપાને લોટ ન ચોંટે તો ગેસ બંધ કરી તેને કાઢીને ઠંડા પડવા દેવા.
- 4
પછી તેના ગોળ પીસ કરવા બીજા એક વાસણમાં વઘાર માટેનું તેલ મૂકી તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે સફેદ તલ નાખી તરત જ મુઠીયા નાખી દેવા અને બધું બરાબર મિક્સ કરવું બે મિનિટ પછી ગેસ બંધ કરી ઉપર કોથમીર નાખી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ