ચીકુ ચોકલેટ કુલ્ફી(Cheeku Chocklet kulfi In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ માથી 1 કપ જેવું દૂધ 2 વાટકી માં અલગ કાઢી લ્યો હવે 1 વાટકીમાં કોર્ન ફ્લોર મિક્સ કરી લો અને બીજી માં મિલ્ક પાવડર મિક્સ કરી લો. હવે બાકી દૂધ એક તપેલીમાં લઈ ગેસ પર ગરમ કરવા મુકો.
- 2
હવે દૂધ માં એક ઉભરો આવે એટલે એમાં ગેસ ધીમો કરી મિલ્ક પાવડર વાળું દૂધ ઉમેરી દો સરસ હલાવી મિક્સ કરી લો પછી 1 મિનિટ પછી એમાં ખાંડ ઉમેરી 2 મિનિટ ઉકળવા દો પછી ગેસ ફરી એકદમ ધીમો કરી કોર્ન ફ્લોર વાળું દૂધ ઉમેરી સતત હલાવતા રહો અને દૂધ ઘાટું થાય ત્યાં સુધી થવા દો.
- 3
હવે ઠંડા કરેલા દૂધ માં ચીકુ, ચોકલેટ, અને કોકો પાવડર ઉમેરી મિક્સરમાં ફેરવી લો હવે એ મિશ્રણને પ્લાસ્ટિક ગ્લાસ માં ભરી ઉપરથી કવર કરી ફ્રીઝર માં 12 કલાક સેટ થવા દો પછી કુલ્ફી ગ્લાસ માથી કાઢી કટ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16834309













ટિપ્પણીઓ (4)