ગુવાર ટમેટાનું શાક

ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર ને પહેલા ધોઈ લેવો પછી ગેસ ઉપર કુકર મૂકીને તેમાં તેલ મૂકવું તેના અજમો મૂકો અને અજમો કકડે એટલે તે મા હિગ મૂકવી
- 2
હિંગ થઈ જાય એટલે તેમાં ધોયેલો ગુવાર અને બારીક સમારેલા ટામેટાં એડ કરી દેવા
- 3
પછી તરત જ તેમાં મીઠું હળદર મરચું ધાણાજીરું એડ કરીને હલાવી લેવું.
- 4
બધું બરાબર મિક્સ થઈ જાય પછી કુકરનું ઢાંકણ બંધ કરી દેવું અને છ થી સાત વિસલ કરી લેવી અને પછી તરત જ ગેસ બંધ કરીને ઉપરથી વિસલ ઊંચી કરી લેવી અને વરાળ નીકળી જવા દેવી
- 5
વરાળ નીકળી જાય એટલે કુકર ખોલીને શાકને બરાબર હલાવી લેવું અને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું
- 6
આ ગુવારનું શાક રોટલા સાથે તથા ફુલકા રોટી સાથે બહુ સરસ લાગે છે.
- 7
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ