દૂધી નો હાંડવો

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#SSM
Actual હાંડવો જેને કહેવાય એ રીતે બનાવ્યો છે
દૂધી નો બનાવ્યો છે એટલે સુપર સોફ્ટ અને કુકરમાં થી આખો નીકળ્યો..

દૂધી નો હાંડવો

#SSM
Actual હાંડવો જેને કહેવાય એ રીતે બનાવ્યો છે
દૂધી નો બનાવ્યો છે એટલે સુપર સોફ્ટ અને કુકરમાં થી આખો નીકળ્યો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
ડિનર માટે
  1. અને ૧/૪ કપ જાડા ચોખા
  2. ૩/૪ કપ મીકસ દાળ...ચણા ની,મગ ની,અડદ ની,તુવેર ની અને મસૂર ની
  3. ૫૦૦ ગ્રામ દૂધી
  4. ૨ ટેબલસ્પૂનક્રશ આદુ મરચા લસણ
  5. ૧ ટેબલસ્પૂનમરચું પાઉડર
  6. ૨ ટેબલસ્પૂનધાણા જીરું
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ટેબલસ્પૂનગોળ
  9. ૧ ટેબલસ્પૂનતલ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧/૨ કપખાટું દહીં
  12. તડકા માટે
  13. ૧/૪ કપતેલ
  14. ૧ ટેબલસ્પૂનમેથી રાઈ જીરૂ હિંગ
  15. ૧ નંગસુકુ લાલ મરચું
  16. ૧ ચમચીતલ,વઘાર માટે
  17. ૧ ટેબલસ્પૂનતલ, ખીરા પર સ્પ્રિંકલ કરવા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    ચોખા અને દાળ ને અલગ અલગ બાઉલ માં લઈ સારી રીતે ધોઈ over night પલાળી રાખ્યા.સવારે પાણી નિતારી,ધોઈ, મીકસી માં દહીં સાથે વાટી મીઠું અને ઉપર મેથી દાણા સ્પ્રિંકલ કરી ૫-૬ કલાક આથો લાવવા ઢાંકી ને મૂકી દેવું.

  2. 2

    આથો આવ્યા બાદ તેમાં ઉપર જણાવેલ બધા મસાલા અને દુધી ની છીણ નાખી મિક્સ કરી લેવું.
    અને વઘાર ની તૈયારી કરવી.
    વઘારિયા માં તેલ લઇ રાઈ જીરૂ મેથી હિંગ સુકુ મરચું નાખી 1/2 વઘાર ખીરા માં નાખવો અને 1/2 કુકર મા ખીરું પાથર્યા બાદ ઉપર રેડવા રાખવો.

  3. 3

    હાંડવા ના કુકર ની રેતી ની ડીશ ગરમ કરવા મૂકવી,હવે ખીરા ને કુકર માં પાથર્યા બાદ વઘાર રેડી તલ છાંટી દેવા અને સ્ટવ પર ધીમા તાપે એક કલાક માટે મૂકી દેવો..

  4. 4

    એક કલાક અને પંદર મિનિટ માં મારો હાંડવો તૈયાર થઈ ગયો.
    બીજી 1/2કલાક સીજાવા રાખ્યા બાદ કૂકરની સાઈડ અને વચ્ચે થી ઉખાડી ને આખો હાંડવો બહાર કાઢ્યો.
    યમ્મી દૂધી નો હાંડવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes