મસાલા ભરેલા ભીંડા

#SSM.
આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે
મસાલા ભરેલા ભીંડા
#SSM.
આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ભીંડાને ઘોઈ અને ક્લીન કપડાથી લુછી સાફ કરી લેવા. પછી આગળ પાછળના ડીટીને કાઢી લેવા અને પછી ભીંડાને જોઈને વચ્ચે ચીરી કરી લેવી સડેલા નથી તે ચેક કરવું.
- 2
પછી એક પ્લેટમાં ચણાનો લોટ સીગનો ભૂકો હળદર ધાણાજીરું મરચું, મીઠું જરા તેલ મિક્સ કરી લેવું અને પછી આ મિક્સ કરેલો મસાલો એક એક ભીંડાની વચ્ચેની ચીરીમાં ભરી દેવો.
- 3
- 4
અને પછી બધા ભીંડા ભરી અને એક પ્લેટમાં તૈયાર કરી લેવા
- 5
ગેસ ચાલુ કરીને તેના ઉપર એક પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમા જીરું એડ કરવું હિંગ મૂકીને પછી એક એક કરીને બધા ભરેલા ભીંડા તેમાં એડ કરી દેવા.
- 6
અને પછી તેને ઉછાળી અને હલાવી લેવાય અને પછી ઉપર એક પ્લેટમાં પાણી મૂકવું જેની વરાળ થાય તેનાથી ભીંડા જલ્દી ચડી જાય અને સ્લો ગેસ ઉપર ભીંડાની સીઝવા દેવા.
- 7
પાંચ થી સાત મિનિટમાં ભીંડા ચડી જાય એટલે એટલે ઢાંકણ ખોલીને ભીંડા ઉપર વધેલો મસાલો એડ કરી દેવો અને ફરીવાર તાવીથા સાથે હલાવી લેવું.
- 8
તૈયાર થયેલા ભીંડા સર્વિંગ પ્લેટમાં કાઢી લેવા. આપણા ટેસ્ટી મસાલા ભરેલા ભીંડા તૈયાર છે જે કેરી અને રસ સાથે સરસ લાગે છે.
- 9
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ