ગુંદા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગુંદા ને સરખા ધોઇ ને.સાફ કરી લો પછી તેને એક સાઈડ થી સહેજ દસ્તા વડે ફોળી લો અને પછી ચાકુ ની ધારી થી હળવા હાથે અંદર થી ઠળિયો કાઢી લો એમ બધા ગુંદા કરી લો પછી એક પ્લેટ માં થોડું મીઠું લો અને ગુંદા ની અંદર ના ભાગ માં મીઠું લગાડી ને ૧૦ મિનિટ સુધી રહેવા દો
- 2
- 3
ગુંદા ને.૧૦ મિનિટ રહૅવા દઇ ત્યાં સુધી મસાલો તેતાર કરી લેવો એક પ્લેટ માં ચણા નો લોટ લઈ તેમાં મરચું , મીઠું અને હળદર નાખી ૨ ચમચી તેલ નાખી મસાલો તૈયાર કરી લો
- 4
પછી ચોખ્ખા કપડાથી ગુંદા ને અંદર થી હળવાસાથે લૂછી લો જેથી ગુંદા ની ચિકાશ નીકળી જાય
- 5
પછી તૈયાર કરેલો ચણા ના લોટ વાળો મસાલો સાફ કરેલા ગુંદા માં ભરી લો એમ બધા ગુંદા મસલા થી ભરી તૈયાર કરી લો
- 6
પછી એક કડાઇ માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખી ડો જીરું તતડે એટલે તેમાં ભરેલા ગુંદા એડ કરી લો અને ગેસ ની આંચ ધીમી રાખવી અને વચ્ચે વચ્ચે હળવા હાથે હલાવું જેથી ગુંદા તુટી ના જાય
- 7
ગુંદાં ચળી જાય એટલે જે ચણા ના લોટ નો મસાલો વધીયો એ અંદર નાખી મીકસકરી ને દસ મિનિટ સુધી ધીમા . ગેસ પર મસાલા ને શેકી લો જેથી મસાલોઅંદરથી.શેકાઈ જાય અને ખાવા માં ચોટે નહિ
- 8
તૈયાર ગુંદા ના શાક ને રોટલી.કે.પરોઠા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ