વાટીદાળના ખમણ

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

સામાન્ય રીતે આપણે વાટીદાળના ખમણ બહાર બજારમાંથી જ લાવીએ છીએ.પણ આજે મેં આ ખમણ ઘરે બનાવ્યા છે. ખૂબ ટેસ્ટી અને એકદમ પોચા અને જાળીદાર ખમણ બન્યા હતા.

વાટીદાળના ખમણ

સામાન્ય રીતે આપણે વાટીદાળના ખમણ બહાર બજારમાંથી જ લાવીએ છીએ.પણ આજે મેં આ ખમણ ઘરે બનાવ્યા છે. ખૂબ ટેસ્ટી અને એકદમ પોચા અને જાળીદાર ખમણ બન્યા હતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનીટ
3-4 વ્યક્તિ
  1. દોઢ વાટકી ચણાની દાળ
  2. 4-5લીલાં મરચાં
  3. 1ઈંચ જેટલું આદું
  4. 3-4ચમચા ખાટું દહીં
  5. સ્વાદમુજબ મીઠું
  6. 1/4 ચમચી હળદર
  7. 3-4 ચમચીજેટલું સીંગતેલ
  8. 1પેકેટ સાદો ઈનો
  9. 1/2 ચમચી ખાવાનો સોડા
  10. જરૂર મુજબ પાણી
  11. 💐ગાનિઁશીંગ માટે 1/2વાટકી ઝીણી સમારેલી કોથમીર 💐
  12. 🌹 વઘાર માટે 🌹
  13. 3-4ચમચા તેલ
  14. 2 ચમચીરાઈ
  15. 3 ચમચીજેટલા સફેદ તલ
  16. 1 ચમચીહીંગ
  17. 5-6 નંગલીલાં મરચાં (લાંબા કટ કરેલા)

રાંધવાની સૂચનાઓ

25-30 મિનીટ
  1. 1

    સૌપ્રથમ દાળને 2-3 પાણીથી ધોઈ લો. પછી આ દાળને લગભગ 4-5 કલાક પલાળી રાખો.

  2. 2

    4-5 કલાક પછી આ પલાળેલી દાળને મિકસર જારમાં પાણી વગર અધકચરી પીસી લો. દાળનો દાણો આખો ના રહે એનું ખાસ ધ્યાન રાખવું. દાળની સાથે આદુ- મરચાં અને દહીં નાંખી પીસી લેવા.બાકી રહેલું દહીં ખીરામાં ઉમેરી હલાવી લો.ખીરું ઢીલું ના થાય એ ધ્યાન રાખવું. જરૂર જણાય તો જ પાણી ઉમેરવું.

  3. 3

    પછી આ ખીરામાં 3-4 ચમચી જેટલું સીંગતેલ ઉમેરી બરાબર હલાવી એને ઢાંકીને લગભગ 4-5 કલાક આથો લાવવા માટે મૂકી રાખો.4-5 કલાક આથો આવી જાય પછી એમાં મીઠું તથા હળદર નાંખી હલાવી લો. હવે એકબાજુ સ્ટીમરમાં પાણી રેડી એને ગરમ કરવા મૂકી દો.

  4. 4

    4-5 ઈંચની ઈંચાઈ વાળા ડબ્બામાં તેલ લગાવી દો.હવે ખીરામાં ઈનો તથા સોડા નાંખી ઉપર 2-3 ચમચી પાણી રેડો જેથી ઈનો અને સોડા એકિટવેટ થઈ જાય.એને બરાબર મિક્ષ કરી લો પછી તેલ લગાડેલા ડબ્બામાં પાથરો.હવે આ ડબ્બાને સ્ટીમરમાં મૂકી લગભગ 18-20 મિનિટ સુધી થવા દો.

  5. 5

    20 મિનિટ પછી જોશો તો લગભગ ખમણ થઈ ગયા હશે.હવે એને એકદમ ઠંડા પડવા દો.એને ઠંડા પડતા લગભગ 10-12મિનિટ લાગશે. પછી એના કાપા પાડો.તમે જોશો તો ખ્યાલ આવશે કે ખમણ એકદમ પોચા અને જાળીદાર થયા છે.

  6. 6

    હવે એક મોટી કઢાઈમાં વઘાર માટે તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાંખો, રાઈ તતડે એટલે એમાં લીલાં મરચાંના કટકા નાંખો. સહેજ એને સાંતળી તરતજ એમાં હીંગ તથા ખમણ નાંખી દો. પછી ખમણને હલાવી લો. જેથી વઘાર બધાં ખમણ ઉપર આવી જાય. હવે એના ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી પીરસો.

  7. 7

    હવે એના ઉપર કોથમીર ભભરાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes