સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)

હું નાનો હતો ત્યારથી મને ટુટ્ટીફ્રુટી કેક અને ક્રીમરોલ બહુ જ ભાવે છે. બેકરી પર કાંઈપણ લેવા જઉં ત્યારે આ કેક અને ક્રીમરોલ લઉં જ🥰🥰🥰
આજે મારી ખુશી માટે આ કેક બનાવી છે. આ કેક મેં ઈડલી બનાવીએ તેમ તપેલામાં પાણીની વરાળથી બનાવી છે. બહુ જ સરસ બની છે😋😋😋😋😋👌👌👌
તમે જરૂર બનાવજો. બહુ જ મસ્ત બને છે.☺️☺️☺️

રાંધવાની સૂચનાઓ
- 1
મિક્ષરમાં પાણી, કસ્ટર્ડ પાવડર, મીલ્ક પાવડર, ખાંડ અને બે. પાવડર લેવા. (તમે હાથથી પણ કરી શકો છો)
- 2
તેમાં મીક્ષ ફ્રુટ એસેન્સ, તેલ લઈ ૧ મિનીટ મિક્ષ કરી લેવું. મિશ્રણને તાવડીમાં કાઢી લેવું.
- 3
તેમાં મેંદાને ચાળીને લઈ, તેને સરસ રીતે મીક્ષ કરી લેવું. એક કપમાં ટુટ્ટીફ્રુટી લઈ તેના પર ૧/૨ ટી સ્પૂન મેંદો ભભરાવી હળવેથી હલાવી લેવું.
- 4
ગેસ ચાલું કરી, તેના પર મોટું તપેલું લઈ તેમાં પાણી લેવું. તેમાં સ્ટેન્ડ મુકી, તેના પર ગ્રીસ કરેલ કેકટીન મુકી તપેલાને ઢાંકીને ૧૦ મીનીટ પ્રી-હિટ કરવું. (ઢોકળા કૂકરમાં કરી શકો)
હવે તૈયાર કરેલ મિશ્રણ પર બે.સોડા નાંખી, તેના પર ૧ ટે. સ્પૂન પાણી નાંખવું. - 5
સોડા એક્ટીવેટ થાય એટલે તરત એકતરફ એક મીનીટ હલાવતા જવું. પછી તેમાં ટુટ્ટીફ્રુટી ઉમેરી હલાવી લેવું. અને તરત મિશ્રણને કેકટીનમાં ઉમેરવું.
- 6
તેના પર તુટ્ટીફ્રુટી પાથરી, તપેલાને ઢાંકી ૨૦-૨૫ મીનીટ થવા દેવું. પછી ચપ્પાથી ચેક કરી લેવું. થઈ ગયું હોય તો ગેસ બંધ કરી. કેકટીન બહાર કાઢી સંપૂર્ણ ઠંડું થવા દેવું.
- 7
એકદમ સ્પોન્જી, ટેસ્ટી અને યમ્મી ટુટ્ટીફ્રુટી કેક તૈયાર છે😋😋😋👌👌👌🥰
તમે ઈચ્છા મુજબ કાપીને સર્વ કરી શકો☺️☺️☺️ - 8
ખાવાનું મન થઈ જાય તેવી ટુટ્ટી ફ્રુટી કેક😋😋😋😋😋🥰
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)