ગુજરાતી ઇદડા / ઢોકળા
#family સવારે નાસ્તા માં ચા સાથે નો નાસ્તો.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને અડદ ની દાળ ને કોરા શેકી લો (રંગ બદલાવો ના જોઈએ). ઠંડુ થયા બાદ વાટી લેવું.
- 2
તેમાં મીઠું, દહીં ને નવશેકું પાણી ઉમેરી ને હલાવી લો. આથો લાવા ૬-૮ કલાક માટે મૂકી દેવો.
- 3
આથો આવ્યા પછી વાટેલા આદુ મરચા, ને તેલ ઉમેરી ને હલાવી લો. સોડા ઉમેરી ને ભેળવો. તેલ ચોપડેલી થાળી મેં ખીરું રેડી ને ઉપર થી લાલ મરચું અથવા મરી નો ભૂકો છાંટી ને સ્ટીમ કરી લો. ૨૫ મિનિટ માટે સ્ટીમ કરી લો. લીલી ચટણી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156290




ટિપ્પણીઓ