રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘઉં નો લોટ, મીઠું, તેલ, મલાઈ ને સમારેલી પાલક ને ભેળવી લો
- 2
જરૂર મુજબ પાણી લઇ ને લોટ બાંધી લેવો
- 3
બીજા વાસણ માં પનીર, બાફી ને છોલી ને છૂંદેલા બટાકા, કોથમીર, વાટેલા આદુ મરચા, બાફી ને અધકચરી વાટેલી મકાઈ ના દાણા, મીઠું ને લીંબુ ઉમેરી ને ભેળવો. આ મિશ્રણ બાજુ મુકો
- 4
બધું ભેળવી ને મુકો
- 5
લોટ ના લુઆ કરી તેની રોટલી વણો
- 6
પનીર ના મિશ્રણ ને સરખા ભાગે કરી લેવા
- 7
રોટલી ની વચ્ચે પનીર નું મિશ્રણ મૂકો.
- 8
તેને કચોરી ની જેમ બન્ધ કરી ને વણી લેવી. જરૂર મુજબ અટામણ લઈ ને પરાઠા વણી લો.
- 9
તાવી ને ગરમ મુકો. તેના પર તેલ નું ટીપું મુકો. તેમાં પાર્થ ને શેકી લો. બંને બાજુ સોનેરી રંગ ના શેકવા. આ રીતે બીજા પરાઠા તૈયાર કરી લેવા
- 10
દહીં કે અથાણાં જોડે ગરમાંગરમ પીરસો
- 11
નાસ્તા માં કે રાત ના જમવા માં માણો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156381







ટિપ્પણીઓ