રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં થોડું પાણી, તેલ ને મીઠું ઉમેરી ને લોટ બાંધી લો.
- 2
તેલ ગરમ કરી તમે વાટેલા આદુ મરચા લસણ સાંતળો. તેમાં સમારેલા શાક ઉમેરી ને મોટા તાપે ૨-૩ મિનિટ માટે સાંતળી લો.
- 3
મીઠું, સંચળ, સોયા સોસ, પનીર ઉમેરી ને મધ્યમ તાપે ૨-૩ મિનિટ માટે રાંધી લો. પછી ગેસ બંધ કરો.
- 4
લોટ ના લુઆ કરી તેને ૩-૪" ના ગોળ વણી લો.
- 5
તેની વચ્ચે પનીર નું મિશ્રણ મૂકી ને મોમો ના આકાર આપો.
- 6
૧૦-૧૫ મિનિટ માટે મોમો ને સ્ટીમ કરી લો. થોડી વાર રહી ને ચકાસી લો. લોટ આંગળી પર ચીટકે તો હજી મોમો કાચા છે. થોડી વાર રાંધી લો. ના ચીટકે તો સમજવું થઇ ગયા છે.
- 7
તેલ ગરમ કરી તેમાં વાટેલા આદુ લસણ મરચાં ૧ મિનિટ માટે સાંતળી લો.
- 8
તેમાં ટમેટા સોસ, સચેઝવાન સોસ, ને સોયા સોસ ઉમેરી ને હલાવી લો.૨ ચમચા પાણી ઉમેરી ને ભેળવી લો. બધું એક ઉભરો આવે તેવું રાંધો
- 9
મીઠું ને મરી ઉમેરો. કોથમીર ભભરાવી ને હલાવી લો. તેમાં મોમો ઉમેરી ને હળવા હાથે ભેળવી ને ૨-૩ મિનિટ માટે રાંધી ને ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ