રાંધવાની સૂચનાઓ
- 1
૨ ચમચા ઘી ગરમ કરી તેમાં ચણા નો લોટ ધીમા તાપે ૨-૩ મિનિટ માટે શેકવા મુકો. તેને કાઢી ને મુકો. હવે તેજ કઢાઈ માં માવો શેકો. ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લો. તેમાં શેકેલો લોટ ને સૂકા મેવા નો ભૂકો ઉમેરી ને ગેસ બંધ કરી લો. ઠંડુ થઇ પછી તેમાં એલચી નો ભૂકો ઉમેરી. હવે મેંદો લઇ તેમાં ૨ ચમચા ઘી ઉમેરી ને કઠણ કણેક બાંધી ને ૧૫ મિનિટ માટે મૂકી દો. ૧/૨ કપ માવા માં બૂરું ખાંડ ઉમેરી ને બરાબર ભેળવી લો.
- 2
લોટ ની કણેક માં થી લુઆ કરી ને પુરી વણી લો. તેમાં માવા નું મિશ્રણ મૂકી ની કચોરી ની જેમ વાળી ને બંધ કરી લો. હળવે હાથે તેને પેટીસ નો આકાર આપો. બધી ઘારી આ રીતે તૈયાર કરી લો. તળવા માટે ઘી ગરમ કરો.મધ્યમ તાપે ઘારી ને તળવા મુકો. બધી ઘારી ને મધ્યમ તાપે તળવી. ઘારી ઉપર ચમચી થી ઘી રેડી ને તળવી. ગુલાબી રંગ ની થાય એટલે કાઢી લેવી. ઘારી ઠંડી થાય એટલે તેને પિઘળેલા ઘી માં ડુબાડી ને મુકો.
- 3
એક વાડકા માં ઘી ને ૧/૨ કપ બૂરું ખાંડ ને ફેટી લો કે તેનો રંગ બદલાશે ને ફુલશે ત્યારે એને ઘારી પર રેડવું. પછી તેને જમવા ૧/૨ કલાક ફ્રિજ માં મૂકી દો.ફ્રિજ માં થી કાઢી ને બીજી વાર ઘી-ખાંડ નું મિશ્રણ રેડવું. જમવા મૂકવું.પિસ્તા ની કતરણ ને કેસર ના તાંતણા થી સજાવી ને પીરસો. સુરત ની પ્રખ્યાત મીઠાઈ સુરતી ઘારી. ચંદી પડવા ના દિવસે ઘારી ખુબ ખવાય છે.ઘારી તૈયાર છે પીરસવા માટે.
- 4
ભૂસું માટે : તળેલા પૌંઆ મમરા શેકેલા ગાંઠિયા તીખા મોળા બન્ને સેવ પાપડી લીમડા શીંગદાણા નો વઘાર કરી લેવો બધુ બનાવી મીઠું નાખી હલાવી લેવું. ઘારી સાથે ખાવાની ખૂબ જ મઝા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખારેક નો હલવો (સૂકા ખજૂર)
આ નવીનતા મારા ઘર માં બહુજ ભાવિ. જો કે આ ઋતુ કચ્છ માં લીલી ખજૂર ની છે.Falguni Thakker
-
-
સુરતી ઘારી
સુરતી ઘારી ગુજરાત ના સુરત જિલ્લા ની પ્રખ્યાત મિઠાઈ... સુરત ની પ્રચલિત મિઠાઈ જે આમ તો ખવાતી જ હોય છે.. પણ ચંદની પડવા ને દિવસે ખાવાનો મહિમા છે... તે દિવસે લોકો ઘારી સાથે ભૂસુ એટલે કે ચવાણું આરોગે છે... મારા સાસુ પાસેથી શીખેલી સ્વાદિષ્ટ ઘારી ની રેસીપી આજે તમારી સાથે શેર કરું છું...#goldenapron2#gujarat#week1 Sachi Sanket Naik -
-
-
-
-
-
ઘારી (Ghari recipe in Gujarati)
#DFT#cookpadindia#cookpad_gujઘારી એ ગુજરાત ના ડાયમન્ડ સીટી તરીકે પ્રખ્યાત એવા સુરત શહેર ની બહુ પ્રખ્યાત મીઠાઈ છે જેના મૂળ ઘટકો માં ઘી અને સૂકો મેવો છે. સુરત શહેર તેના ખાવા પીવા માટે ના શોખ માટે પ્રખ્યાત છે જ. સુરતી લોકો, સુરતી લાલા કે લહેરી લાલા તરીકે પણ ઓળખાય છે. ઘારી સિવાય બીજી અનેક સુરતી વાનગીઓ એ લોકો ના દિલ જીતી લીધા છે જેમાં સેવ ખમણી, સુરતી લોચો, રતાલુ પુરી, ઊંધિયું, સૂતરફેણી, પોન્ક વડા વગેરે ખાસ છે. જાણીતી ગુજરાતી કહેવત "સુરત નું જમણ અને કાશી નું મરણ" એ સુરત માં ખાવા પીવા માટે ની કેટલી મહત્વ છે એ બતાવે છે.ઘારી જ્યારે ઘરે બનાવવી હોય ત્યારે અમુક ખાસ મુદ્દા ને ધ્યાનમાં રાખી ને ધીરજ થી બનાવીએ તો ઉત્તમ પરિણામ મળે છે. અમુક પરંપરાગત વાનગીઓ ,ખાસ કરી ને મીઠાઈ બનાવા માં મહાવરા ની જરૂર પડે છે. ઘારી ના સૂકોમેવા, માવા, પિસ્તા કેસર જેવા સ્વાદ વધુ પ્રચલિત છે. Deepa Rupani -
-
-
-
બેકડ ન્યુટેલા ઓટ્સ પાઉચ
#ઇબુક૧#૩૨કાલ વિશ્વ ન્યુટેલા દિવસ ગયો પણ મારો ન્યુટેલા પ્રેમ એક દિવસ નો નથી. આજે મેં ન્યુટેલા સાથે એક બેક કરેલી વાનગી બનાવી છે. Deepa Rupani -
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
રોયલ ખીર
આ ખીર માં મેં સૂકા મેવા , કેસર અને કસ્ટડ પાઉડર નો ઉપયોગ કર્યો છે જે અેક રોયલ ટેસ્ટ આપે છેHeena Kataria
-
-
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
#GCGanesh Chaturthi special#Prasadગણપતિ બાપ્પા મોરિયા 🙏#cookpadindia#cookpad_gujસુરતી ઘારી એ ગુજરાત માં આવેલા સુરત શહેર ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે ગોળ આકાર માં હોઈ છે અને માવા નાં મિશ્રણ ને મેંદા ની પાતળી પૂરી જેવું લેયર બનાવી અંદર માવા નું સ્ટફ્ફિંગ કરી, ઘી માં ફ્રાય કરી ને ડ્રાયફ્રૂટસ થી ગાર્નિશ કરી ને બનાવવા માં આવે છે અને ચંડીપડવા નાં દિવસે રાત્રે ચંદ્ર નાં શીતળ પ્રકાશ માં બેસી ને ચવાણું સાથે ખાવામાં આવે છે. પરંતુ આજે મેં આ ઘારી ગણપતિ બાપા ના પ્રસાદ નિમિતે બનાવી છે. મોદક, લાડુ બાપ્પા ને ખૂબ ભાવે છે પણ મને આજે બાપ્પા ને ઘારી નો ભોગ કરવાની ઈચ્છા થઈ. આજે મેં પહેલી વાર બનાવવાની કોશિશ કરી અને બાપ્પા ની કૃપા થી ખરેખર ખૂબ જ સરસ બની છે. Chandni Modi -
-
ફ્યુઝન ખીર
#ભાતખીર એક એવી ડિશ છે કે જેને તમે ગમે તે ઋતુ માં ખાઈ શકો. ઠંડી કે ગરમ બંને ખીર ખાવાની મજા આવે. Shraddha Patel -
-
-
-
-
-
-
-
-
સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastસાબુદાણા વગર તો ઉપવાસ અધુરો છે એમ જ લાગે. આપણે એવું માનીએ છે કે સાબુદાણા ઉપવાસમાં જ ખાવાની માત્ર વસ્તુ છે. પણ સાબુદાણાના સ્વાસ્થ્ય સંબંધી લાભો પણ છે. પાચન શક્તિ માટે ફાયદાકારક અને પ્રોટીનથી ભરપૂર છે સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ