પાલક ખીચડી
આ ખીચડી ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટીક છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને ધોઈ ને એક કૂકર મા ત્રણ ઘણુ પાણી અને મીઠું નાખીને ખીચડી બનાવી લેવી,પછી એક કઢાઈ મા વઘાર માટે તેલ અથવા ઘી ગરમ થાય એટ્લે તેમાં રાઇ અને જીરું નાખવું રાઈ તતડે એટ્લે તેમાં લવિંગ,કાળા મરી, તજ,લીમડો,આદું મરચા લસણ ની પેસ્ટ નાખી ને સાતળવું,હવે તેમાં ડુંગળી નાખીને સાંતળી લેવી
- 2
ત્યારબાદ ટામેટા અને પાલક ની પ્યોરિં નાખીને થોડીવાર ચડવાં દેવું,પછી તેમાં લીલા વટાણા,હળદર,લાલ મરચું,ધાણાજીરું,ગરમ મસાલો,ખાંડ,મીઠું નાખી ને બરાબર મિક્સ કરવું,ત્યારબાદ તેમાં ખીચડી નાંખી ને બરાબર મિક્સ કરવું.
- 3
ઉપરથી કોથમીર ઉમેરી ને ગેસ પર થી ઉતારી લેવું.સર્વીગ ડીશ મા ઉપર થી કોંથમીર અને ટામેટાં નું ફુલ બનાવીને ગાર્નીશ કરવું સાથે દહીંમાં મરચું અને ધાણાજીરું નાખીને પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7329930




ટિપ્પણીઓ