અજમા ના પાનના ભજીયા વીથ સ્ટફીંગ

#ફ્રાયએડ#ટિફિન
અજમા પાનનો ઊપયોગ આપણે કાળો બનાવવામાં કરીએ છીએ અને એના સાધા ભજીયા પણ બનાવીએ છીએ. પણ આ ભજીયામાં સ્ટફીંગ છે જેથી ખાવામાં ટેસ્ટી લાગે છે.અજમાની એક ડાળી રોપવાથી તે ઝડપથી વધે તેવી વેલ છે. શરદી /ખાસી માટે અજમાના પાન ફાયદેમંદ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
૧)સૌથી પહેલાં અજમાના પાનને ધોઈને સુકવી દો.
- 2
૨)સ્ટફીંગ બનાવવા માટે એક કઢાઈ લઈ તેમાં ૪ ચમચી તેલ ગરમ કરવા મૂકો.હવે વાટેલા લીલા મરચા, જીણા સમારેલા શીમલા મરચા ઉમેરીને સાંતળો.ત્યાર બાદ બાફેલુ કાચા કેળા,પનીર,લાલ મરચુ,ધાણા જીરુ,હળદર,ખાંડ,લીંબુનો રસ,ગરમ મસાલોમીઠુ ઉમેરીને મીકસ કરો. ૨ મિનિટ ધીમી આંચે ચઢવા દો.પછી ગેસ બંધ કરીને ઠંડુ પડવા દો.
- 3
ખીરુ બનાવવા માટે એક બાઉલમાં બેસન, લાલ મરચુ,હળદર,મીઠુ,ધાણાજીરુ,ચપટી સોડા મીકસ કરી થોડુ પાણી નાખી ઘાટુ ખીરુ બનાવી દો.
- 4
૪)અજમાના એક પાન પર સ્ટફીંગ પાથરી દો.અજમા ના બીજા પાનને તેની ઉબર મૂકીને હળવા હાથે દબાવી લો.
- 5
એક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરવા મૂકો.અજમાના સ્ટફીંગ થયેલા પાનને બેસનના ખીરામાં ડીપ (બોળીને) કરીને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો (ફા્ય).ટીશુ પેપર મૂકેલી ડીશમાં કાઢી લો.
- 6
૬)તૈયાર છે અજમાના પાનના ભજીયા વીથ સ્ટફીંગ. ભજીયા ઉપર ચાટ મસાલો છાંટીને કોથમીરની ચટની અને ટોમેટો સોસ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ