ગ્રિલ્ડ શેઝવાન નૂડલ્સ ફ્રેંકી
#નોનઇન્ડિયન રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા લોટ માટે ની બધી સામગ્રી મિક્સ કરી ને રોટલી નો લોટ બાંધવો.
- 2
ત્યાર પછી તેનાં એક સરખા લુવા કરીને રોટલી વણી લેવી અને તવા પર થોડુ બટર મુકી ને થોડી ગુલાબી શેકી લેવી.
- 3
સ્ટફિંગ માટે એક પેન મા 2 tblsp જેટલું બટર લઇને તેમાં લસણ નાખીને સાંતળી લેવું હોવી તેમાં 3-4 tblsp જેટલો શેઝવાન સોસ એડ કરવો. અને તેમાં ગાજર,કોબી,કેપ્સીકમ,ડુંગળી,બધુ એડ કરી ને બરાબર સાંતળી લેવું હોવી તેમાં બાફેલા નૂડલ્સ નાખીને ઉપર થીમીઠુ અને મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરીને ગેસ પર થી ઉતારી લેવું.
- 4
હવે રોટલી લઇને તેનાં પર શેઝવાન સોસ પાથરી ને તેનાં એક સાઈડ સ્ટફિંગ મુકી ને ઉપર ચીઝ છીણી લેવું અને ચાટ મસાલો ભભરાવી ને રોટલી નો રોલ વાળવો અને ટૉસ્ટર મા થોડુ બટર નાખીને ગ્રિલ્ડ કરી લેવું.આ રીતે બધી ફ્રેન્કી તૈયાર કરવી.
- 5
એક પ્લેટ માં ફ્રેંકી મુકી ને ઉપર થી ટોમેટો સોસ અને મેયૉનીઝઃ થી ગાર્નીશ કરી ને શેઝવાન સોસ સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)