નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Cookpadgujarati
નવાબી પનીર અવધિ રેસીપી ની એક ફેમસ ડીશ છે. આ રેસીપી માં પનીર ને રીચ, ક્રીમી અને સુગંધિત ગ્રેવી માં બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના ટુકડા ને એક પેનમાં હલકા સાંતળો. બદામ ને ગરમ પાણીમાં પલાળી છાલ ઉતારી લો. એક કડાઈમાં એક કપ પાણી ઉકળવા મુકો. તેમાં કાંદા, કાજુ, બદામ, લસણ અને મગજતરી ઉમેરી દસ મિનિટ સુધી બાફી લો.
- 2
મિશ્રણ ઠંડુ પડે એટલે મિક્સરમાં પીસી ને પેસ્ટ બનાવી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં જીરૂં, ખડા મસાલા અને લીલાં મરચાં નાખીને સાંતળો. તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. ઘટ્ટ દહીં ઉમેરીને કેસર વાળું દૂધ ઉમેરો.
- 3
સવાદ મુજબ મીઠું ઉમેરો. કાળા મરી, કસૂરી મેથી અને ગુલાબ જળ ઉમેરીને બરાબર મિક્સ કરો. ઘી છુટું પડે ત્યાં સુધી રાંધો. પનીર ના ટુકડા ઉમેરો. સ્વાદિષ્ટ નવાબી પનીર તૈયાર.
- 4
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (15)