લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જીંજરા ને ફોલી તેમાંથી લીલા ચણા તૈયાર કરવાના છે. એક વાસણમાં પાણી ઉકાળવા માટે મૂકી તેમાં આ લીલા ચણા ઉમેરી તેમાં મીઠું ઉમેરવાનું છે.
- 2
ચણાનો લીલો કલર જળવાઈ રહે તે માટે તેમાં થોડી ખાંડ ઉમેરવાની છે અને ચણા નરમ પડે ત્યાં સુધી તેને બફાવા દેવાના છે. બાફીને પાણી કાઢી નાખવું.
- 3
ડુંગળી, ટામેટાં, આદુ, લસણ ની મિકસર મા ગ્રેવી બનાવો.
- 4
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું, તમાલપત્ર, હીંગ નો વધાર કરો અને લસણને સાંતળો પછી બેસન ઉમેરી હલાવો પછી હળદર, મરચું, ધાણા જીરૂ, ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો.
- 5
પછી ટામેટાં ડુંગળી ની ગ્રેવી અને મીઠું ઉમેરી સાંતળો, પછી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી ને થવા દો.
- 6
લીલા ચણા ઉમેરી 10 મિનીટ ઢાંકી ને થવા દો. તૈયાર છે લીલા ચણા નુ શાક, લીલા ધાણા થી ગારનીશ કરી ગરમ ગરમસર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15928069













ટિપ્પણીઓ (10)