ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
India
શેર કરો

ઘટકો

  1. 1 કપદહીં
  2. 1ચમચો બેસન
  3. 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1ચમચો તેલ
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીજીરું
  8. 1/4 ચમચીસૂકી મેથી
  9. 1 ચમચો ગોળ
  10. 1સૂકું લાલ મરચું
  11. 1 ટુકડોતજ
  12. 1 નંગબાદિયા
  13. 3-4લવિંગ
  14. 1/4 ચમચીહળદર
  15. 10-12પાન લીમડો
  16. ડપકા માટે :-
  17. 1 વાડકીબેસન
  18. 1/4 વાડકીદેશી કોથમીર
  19. મીઠું સ્વાદ મુજબ
  20. 1 નંગકાપેલું મરચું
  21. 1 ચમચીલાલ મરચું પાઉડર
  22. 1 ચમચીછીણેલું આદું
  23. 1 ચમચીલાલ મરચું પાઉડર
  24. 2 ચમચીતેલ
  25. ચપટીસોડા
  26. તડકાં માટે +-
  27. 1 ચમચો ઘી
  28. 1 ચમચીલાલ મરચું પાઉડર
  29. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં ને એક બોલમાં લઇ બેસન ઉમેરી ફેટી લેવું. હવે એમાં એક ગ્લાસ પાણી ઉમેરી લેવું.

  2. 2

    એક માટી ની દોણી મા તેલ ગરમ કરી રાઈ મેથી જીરું ઉમેરી તતડાવી સૂકું લાલ મરચું બાદયા ફૂલ લવિંગ તજ નો ટુકડો લીમડા ના પાન ઉમેરી દહીં નું મિશ્રણ ઉમેરવું. અને ધીમે તાપે ઉકાળવું.

  3. 3

    હવે એક બાવલ મા બેસન જીણી સમારેલી ધોઈ ને કોથમીર લીલા મરચા ની ટુકડી આદું છીણેલું લાલ મરચું પાઉડર મીઠું તેલ અને સોડા ઉમેરી હલાવી થોડું પાણી ઉમેરી ડપકા પડે એવુ ખીરું તૈયાર કરવું.

  4. 4

    હવે કઢી નો ફ્લેમ ફાસ્ટ કરી આંગળી વડે ડપકા પાડવા. બધા ડપકા પડી જાય એટલે હલાવી ઢાંકણ ઢાંકી ધીમે તાપ પર 10મિનિટ થવા દેવું. ઢાંકણ ખોલી ચેક કરી લેવું. ડપકા ચઢી જાય એટલે માટી ની દોણી મા પરોસવું.

  5. 5

    હવે વાઘરીઆ મા ઘી ગરમ કરી લાલ મરચું પાઉડર હિંગ નો તડકો કરી ઉપરથી રેડવો.
    તૈયાર છે ટેસ્ટી એવી ડપકા કઢી પીરસવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
પર
India
I like to cook new innovative dishes
વધુ વાંચો

Similar Recipes