સુવા ની ભાજી નુ શાક(Suva Bhaji Shak Recipe In Gujarati)

સૂવાની ભાજીની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં આ ભાજી ખાવાની મજા આવે છે. શિયાળાને તો ગોળ બાય કહેવાનો સમય આવી ગયો છે.તો છેલ્લા છેલ્લા સૂવાની ભાજીની મજા માણી લઇયે.
#BW
સુવા ની ભાજી નુ શાક(Suva Bhaji Shak Recipe In Gujarati)
સૂવાની ભાજીની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં આ ભાજી ખાવાની મજા આવે છે. શિયાળાને તો ગોળ બાય કહેવાનો સમય આવી ગયો છે.તો છેલ્લા છેલ્લા સૂવાની ભાજીની મજા માણી લઇયે.
#BW
રાંધવાની સૂચનાઓ
- 1
સૂવાની ભાજી ને જીણી સમારીને ૩,૪ વખત પાણી બદલીને સારી રીતે ધોઇ લો. કાણા વાળા વાડકામાં મુકીને પાણી નીતારી લો.તુવેરની દાળ ધોઇને પલાળી રાખો.લસણ, આદુ મરચાની પેસ્ટ કરી લો.
- 2
પલાળી રાખેલી તુવેરની દાળ બાફી લો. પેનમાં ૧ ચમચો તેલ ગરમ કરીને રઇ, હીંગનો વઘાર કરો. લસણ,આદુ, મરચાની પેસ્ટ સાંતળો. તેમાં થોડુ લાલ મરચુ નાંખીને સૂવાની ભાજી નાંખો. થોડુ મીઠું નાખીને ભાજીને ચઢવા દો.
- 3
ભાજીને ખુલ્લી જ ચઢવા દેવી, ઢાંકણ ઢાંકવુ નહી. જેથી લીલો કલર જળવાઇ રહે. તેમાં હણદર અને ધાળાજીરુ નાંખો. ભાજી ચઢી જાય પછી તુવેરની દાળ એડ કરો. થોડુ પાળી નાખીને ઉકળવા દો.
- 4
ઉકળી જાય એટલે સવિઁગ બાઉલમાં કાઢીને ઉપર થી ૧ ચમચો તેલ ગરમ કરીને લસણ અને લાલ મરચાનો તડકો મારો. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
- તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
- પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
- પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
- ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)








ટિપ્પણીઓ (4)