પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તુવેર ના દાણા મરચાં કટરમાં વાટી લો, ત્યારબાદ વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, ચપટી હળદર ને સાંતળી લો
- 2
ત્યારબાદ તેમાં વાટેલા તુવેર દાણા નાખો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને બટાકો ધોઇ છોલીને છીણી લો અને ચઢવા દો
- 3
ત્યારબાદ તેમાં વાટેલા મરચાં, લીલું લસણ, કોથમીર ઉમેરો,
- 4
માવો બરાબર ચઢી જાય એટલે તેમાં લીંબુનો રસ, ગરમ મસાલો, ખાંડ નાખો, બધું બરાબર મિક્ષ કરી લો અને ઠંડો પડવા દો
- 5
પૂરી નો લોટ બાંધવા માટે, પાલક, મરચાં ને ધોઈ એક ઉકળતા પાણીમાં ૨ મિનિટ સુધી રહેવા દો, તેને પાણી માંથી બહાર કાઢી ઠંડું પાણી રેડી લો, મિક્સર જારમાં વાટી લો
- 6
ઘઉં ના લોટ માં,રવોઅજમો, તલ, સ્વાદ પ્રમાણે મીઠું, મોણ, પાલક ની પેસ્ટ નાખી પરોઠા જેવો લોટ બાંધવો
- 7
હવે તળવા માટે તેલ ગરમ કરો, લોટ માંથી લુવો લઇ પૂરી વણી લીલવા નુ પુરણ ભરી ચારે ધારો પૅક કરી ફરીથી વણી લો
- 8
મિડીયમ આંચ પર પાલક કચોરી પૂરી તળી લો
- 9
ગરમાગરમ પાલક કચોરી પૂરી સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (4)