સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી

Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા ભીંડા ને ધોઈ વચ્ચેથી ચીરા કરો,બટાકા ને છોલી ગોળ શેપ માં કાપી લો અને કાંદા ને પણ છોલી વચ્ચેથી ચીરો કરો. મિક્સર ના જાર માં સમારેલી કોથમીર, કાંદા,ટામેટા, લીલાં મરચાં,આદુ અને લસણ નાખી અધકચરા પીસી લો. હવે તેને એક બાઉલમાં લઈ તેમાં બધા સૂકા મસાલા નાખી મિક્સ કરો.
- 2
હવે આ મસાલો ભીંડા અને કાંદા માં ભરી લો. ચિત્ર અનુસાર કરો. પછી વધેલા મસાલા માં બટાકા નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે કડાઈમાં એક સાઈડ બટાકા અને બીજી સાઈડ ભીંડા અને કાંદા મૂકી ઉપરથી તેલ અને સમારેલા ટામેટા નાખી 5 મિનિટ ફૂલ ગેસ પર અને પછી 10 મિનિટ માટે શાક ને ઢાંકીને ધીમા તાપે ચઢવા દો. જયાં સુધી શાક ચઢી ન જાય ત્યાં સુધી શાક ને હલવવું નહિ. હવે ઢાંકણ ખીલી ને જોવું શાક ચઢી ગયું છે તેને ધીરે ધીરે મિક્સ કરો. સિંધી સેયલ સબ્જી તૈયાર છે. તેને ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16616283








ટિપ્પણીઓ (2)