બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#Cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બાફેલા બટાકાને છીણી લો. પછી તેમાં બધા જ મસાલા એડ કરો. હવે તેમાં કોથમીર, લીંબુનો રસ,ખાંડ અને મીઠું નાખી બધું જ મિક્સ કરી હલાવો.
- 2
હવે મિશ્રણના ગોળા વાળી દો. એક બાઉલમાં બેસન અને ચોખાનો લોટ લઇ તેમાં મીઠું નાખી ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ખીરામાં ચપટી સોડા નાંખી હલાવી દો. પછી તેમાં ગોળા બનાવ્યા છે તે બોળી ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. બ્રાઉન કલરના થાય એટલે એક પ્લેટમાં લઈ લો.
- 3
હવે રેડી છે બટાકા વડા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715528





ટિપ્પણીઓ (2)