હાંડવો (Handvo Recipe In Gujarati)

#WDC
હું માનું છું કે વુમન્સ ડે સેલિબ્રેશન આપણી જાતથી જ કરવું જોઈએ એટલે આજે મને ખૂબ જ ભાવતા એવા હાંડવાની રેસિપી શેર કરું છું.
હાંડવો (Handvo Recipe In Gujarati)
#WDC
હું માનું છું કે વુમન્સ ડે સેલિબ્રેશન આપણી જાતથી જ કરવું જોઈએ એટલે આજે મને ખૂબ જ ભાવતા એવા હાંડવાની રેસિપી શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ અને ચણાની દાળને બરાબર બેથી ત્રણ વખત ઘોઈ 6 થી 7 કલાક માટે પલાળવા.
- 2
ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી દહીં નાખી સાત થી આઠ કલાક માટે આથો આવવા માટે મૂકી દેવો.
- 3
આથો આવી જાય એટલે ખીરામાં મીઠું હળદર થોડા તલ કોથમીર નાખી બરાબર મિક્સ કરી દેવો ઉપર સોડા નાખી લીંબુનો રસ નાખવો અને બરાબર ફીણી લેવું.
- 4
હાંડવાના પોટ માં અંદર બરાબર તેલ લગાડી દેવું ત્યારબાદ ખીરું તેમાં નાખી દેવું.
- 5
એક કડાઈમાં વઘાર માટે તેલ લેવું આમાં તેલ વધારે જોઈએ છે કારણ કે વધારે તેલ લેવાથી એકદમ સોફ્ટ થાય છે.તેલ એકદમ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ આદુ-મરચા-લસણની પેસ્ટ સુકા મરચા ઉમેરી દેવા સુગંધ આવે ત્યાં સુધી થવા દેવું ત્યારબાદ લાલમરચું નાંખી હાંડવાના પોટ માં ખીરું ભર્યું છે તેના ઉપર રેડી દેવો અને બરાબર હલાવી લેવું. ઉપર બધા તલ અને કોથમીર છાંટી દેવા.
- 6
હાંડવા ના પોટ માં રેતીથી શેકાતા ઓછામાં ઓછી એક થી દોઢ કલાક થાય છે તેથીધીમો ગેસ રાખી તેને ચડવા દેવો ઉપરનું પડ એકદમ લાલઅને ક્રિસ્પી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને ગરમાગરમ હાંડવો લીલી ચટણી સાથે પીરસવો.
Keywords
Similar Recipes
More Recipes
- પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
- દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
- કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
- પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
- રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)














ટિપ્પણીઓ (3)