કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની ફોતરાંવાળી દાળ અને ચોખા ને પાણી થી ધોઈને 1/2 કલાક સુધી પલાળી રાખો. 3 ગણું પાણી લેવાનું છે. લીલાં મરચાં સમારી લો અને આદું છીણી લો. કૂકર માં ઘી મૂકો. જીરા નો વઘાર કરો.
- 2
જીરું તતડે એટલે મરચું અને આદું ઉમેરો. સંતળાઈ જાય એટલે દાળ અને ચોખા ઉમેરો. કોથમીર નાખો. સરખું હલાવીને કૂકર નું ઢાંકણું બંધ કરી દો. મધ્યમ આંચ પર 4 થી 5 સીટી વગાડો. કૂકર ઠરે એટલે ખોલી દો.
- 3
કઢી માટે 1 તપેલી માં ખાટું દહીં, ચણા નો લોટ, મીઠું, ખાંડ અને પાણી ઉમેરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો. લીલું મરચું, આદું, કોથમીર અને તમાલપત્ર ઉમેરી ગેસ પર ઉકળવા મૂકો.
- 4
8 થી 10 મિનિટ કઢી સરખી ઉકળવા દો. જરૂર લાગે તો પાણી ઉમેરવું. દહીં ખાટું ના હોય તો લીંબુ ના ફૂલ ઉમેરી શકો છો. કઢી ઉકાળી જાય એટલે વઘાર કરીશું. વઘાર કરવા માટે વઘારીયા માં ઘી મૂકીશું. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, તજ, લવિંગ, મરી, ઈલાયચી નાખીશું. જીરા નો રંગ બદલાય અને લવિંગ ફૂટે એટલે વઘાર કઢી પર રેડવો. અને fari કઢી ને ઉકળવા દેવી. ત્યારબાદ ગેસ બંધ કરવો.
- 5
ગરમ ગરમ કઢી ખીચડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
- જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
- વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
- ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
- ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)



















ટિપ્પણીઓ (7)