સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#TT1
#satvik_Kadhi_khichdi
#cookpadgujarati

કઢી ખીચડી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી કઢી ખીચડી હોય છે તેવી જ મેં બનાવી છે. સ્વામિનારાયણ મંદિર માં સમૈયા માં પ્રસાદ તરીકે મળતી આ સાત્વિક એવી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી બનાવી છે. મેં આ કઢી ખીચડી નો પ્રસાદ એકવાર વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં ગ્રહણ કર્યો હતો ..ત્યારથી જ એ કઢી ખીચડી મને ખૂબ જ ભાવિ ગઈ હતી.. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવામાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધરના બધા ખાતા રહી જશે. આ ખીચડી માં ભરપુર પ્રમાણ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં હોવાથી એકદમ હેલ્થી અને પૌષ્ટીક બની છે. તો તમે પણ આવી સાત્વિક કઢી ખીચડી બનાવીને પ્રસાદ નો આનંદ માણો.

સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G

#TT1
#satvik_Kadhi_khichdi
#cookpadgujarati

કઢી ખીચડી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી કઢી ખીચડી હોય છે તેવી જ મેં બનાવી છે. સ્વામિનારાયણ મંદિર માં સમૈયા માં પ્રસાદ તરીકે મળતી આ સાત્વિક એવી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી બનાવી છે. મેં આ કઢી ખીચડી નો પ્રસાદ એકવાર વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં ગ્રહણ કર્યો હતો ..ત્યારથી જ એ કઢી ખીચડી મને ખૂબ જ ભાવિ ગઈ હતી.. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવામાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધરના બધા ખાતા રહી જશે. આ ખીચડી માં ભરપુર પ્રમાણ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં હોવાથી એકદમ હેલ્થી અને પૌષ્ટીક બની છે. તો તમે પણ આવી સાત્વિક કઢી ખીચડી બનાવીને પ્રસાદ નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
6 વ્યક્તિ
  1. 🎯 સાત્વિક ખીચડી ના ઘટકો :--
  2. 1 કપખીચડિયા ચોખા
  3. 1/2 કપમગ ની મોગર દાળ
  4. 1/2 કપતુવેર દાળ
  5. 4-5 tbspતેલ
  6. 1 tspરાઈ
  7. 1 tspજીરું
  8. 5-6 નંગલવિંગ
  9. 2 નંગબાદિયા ના ફૂલ (સ્ટાર ચક્ર)
  10. 1 ઇંચટુકડો તજ
  11. 3 નંગતમાલપત્ર
  12. 3 નંગસૂકા આખા લાલ મરચાં
  13. 10-15 નંગમીઠા લીમડાના પાન
  14. 2 tbspકાચા શીંગદાણા
  15. 1 tspહળદર પાવડર
  16. 1 tspલાલ મરચું પાવડર
  17. 2નાના રીંગણ ના સમારેલા ટુકડા
  18. 1મીડિયા મ સાઇઝ સમારેલ બટાકા ના ટુકડા
  19. 1 નંગમીડિયા મ સાઇઝ સમારેલ ગાજર ના ટુકડા
  20. 1/2 કપજીની સમારેલી કોબીજ
  21. 1/2 કપલીલા વટાણા
  22. 1 tbspલીલા મરચાં ની આંચ
  23. નમક સ્વાદ અનુસાર
  24. 2 tspશાંભર મસાલા
  25. 6 કપપાણી + 1 કપ પાણી
  26. 2 નંગમોટી સાઇઝ ના સમારેલા ટામેટા
  27. 1 tbspલીંબુ નો રસ
  28. 1 tbspખાંડ
  29. 2 tbspજીની સમારેલી લીલી કોથમીર ના પાન
  30. 🎯 કઢી ના ઘટકો :--
  31. 3 નંગલીલાં મરચાં
  32. 15-20 નંગમીઠા લીમડાના પાન
  33. 1 ટુકડોઆદુ
  34. 2 કપ(500 મિલી) છાસ અથવા ખાટું દહીં
  35. 2 કપપાણી
  36. 3 tbspચણા નો લોટ
  37. નમક સ્વાદ અનુસાર
  38. 2 tbspતેલ અથવા ઘી
  39. 1 tspજીરું
  40. 3 નંગસૂકા આખા લાલ મરચાં
  41. 2 નંગતમાલપત્ર
  42. 2 નંગલવિંગ
  43. 7-8 નંગમીઠા લીમડા ના પાન વઘાર માટે
  44. 1 tspતજ નો પાવડર
  45. 1 tbspખાંડ
  46. 1 tbspલીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા, તુવેરની દાળ, મગ ની મોગર દાળ ને અલગ અલગ સાફ કરી તેને એક બાઉલ માં મિક્સ કરી બે થી ત્રણ સાફ પાણીથી ધોઈ લો. હવે એમાં બીજું ચોક્ખું 1 કપ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ને 30 મિનિટ માટે સાઈડ પર મૂકી રાખો. તમે 30 મિનિટ પછી જોસો તો ચોખા અને દાળ ફૂલી ને પાણી શોષી લીધું છે.

  2. 2

    હવે એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરી રાઈ અને જીરું કકડે એટલે એમાં લવિંગ, બાદિયા ના ફૂલ, તજ નો ટુકડો, તમાલપત્ર, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને સીંગદાણા ઉમેરો.

  3. 3

    હવે આમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી સાંતળો. ત્યાર બાદ આમાં સમારેલા શાકભાજી - રીંગણ, બટાકા, ગાજર, કોબીજ, લીલા વટાણા અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી મિકસ કરી લો. (આમાં શાકભાજી તમે ગમે તે લઈ સકો છો)

  4. 4

    હવે આમાં પાણીમાંથી નિતારી દાળ અને ચોખા ઉમેરી સાથે નમક અને શંભાર મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં ત્રણ ઘણું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી મીડિયમ ગેસ ની આંચ પર કૂકર નું ઢાંકણ ઢાંકી 2 વ્હિસલ વગાડી 90% ખીચડી કૂક કરી લો.

  5. 5

    હવે એક બાજુ ખીચડી કૂક થાય છે ત્યાં સુધી કઢી નું બેટર તૈયાર કરી લો. તેની માટે ખલ માં લીલા મરચાં ના કટકા, મીઠા લીમડાના પાન અને આદુ ઉમેરી અધકચરા વાટીને ચટણી બનાવી લો.

  6. 6

    ત્યાર બાદ એક બાઉલ માં છાસ ઉમેરી તેમાં 1 કપ પાણી ઉમેરી તેમાં ચણા નો લોટ અને તૈયાર કરેલી ચટણી અને નમક ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  7. 7
  8. 8

    હવે ખીચડી ના કૂકર નું ઢાંકણ ખોલી ને ખીચડી ને હલાવી લો. હવે આમાં સમારેલા ટામેટા, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં 1 કપ પાણી ઉમેરી મિક્સ કરી હાઈ ગેસ ની આંચ પર 1 વ્હીસ્લ વગાડી કૂક કરી લો અને કૂકર ને આપમેળે ઠંડું થવા દો.

  9. 9

    હવે આપણે કઢી નો વઘાર કરીશું. એની માટે એક પેન માં તેલ કે ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી કકડાવી તેમાં સૂકા આખા લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ, મીઠા લીમડાના પાન ઉમેરી સાંતળી લો.

  10. 10

    હવે આમાં કઢી નું બેટર ઉમેરી તરત જ ઢાંકણ ઢાંકી દેવું જેથી વઘાર કઢી માં બેસી જાય. હવે આમાં હળદર પાવડર અને તજ પાવડર ઉમેરી મિક્સ કરી લો.

  11. 11

    ત્યાર બાદ આમાં ખાંડ ઉમેરી સતત હલાવતા જઈ કઢી ને ઊકાળતા જવું. હવે કઢી તૈયાર થઈ ગઈ છે તો આમાં લીલી કોથમીર ના પાન ઉમેરી મિકસ કરી લો.

  12. 12

    હવે આપણી ખીચડી પણ કૂક થઈ ગઈ છે. તો એમાં લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  13. 13

    હવે આપણી સ્વામિનારાયણ મંદિર ના સમૈયા માં પ્રસાદ રૂપે મળતી સાત્વિક કઢી ખીચડી તૈયાર છે સર્વ કરવા માટે. આ કઢી ખીચડી ને તમારી ઈચ્છા મુજબ ગાર્નિશ કરી પ્લેટિંગ કરો.

  14. 14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes