રેડ સોસ પાસ્તા

રેડ સોસ પાસ્તા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી ઉકળવા મુકો તેમાં મીઠું અને તેલ નાખી પાણી ઊકડે એટલે તેમાં પાસ્તા ઉમેરી દો પાસ્તા સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દો ત્યારબાદ તેને ચાળણીમાં કાઢી લો સાઈડ પર રાખો.
- 2
એક પેનમાં ૧ ચમચી બટર ગરમ થવા દો તેમાં લસણની કળીઓ,મોટી સમારેલી ડુંગળી અને ટામેટાં મોટા ટુકડા નાંખી સાંતળવા દો, ટામેટાં સોફ્ટ થાય એટલે તેમાં મીઠું, મરી પાઉડર,ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, લાલ મરચું પાઉડર, ટોમેટો કેચઅપ નાખી દેવું. સાઇડ ઉપર ઠંડું થવા રાખો.
- 3
ગ્રેવી નું મિશ્રણ ઠંડું થઇ ગયાબાદ મિક્સરમાં ક્રશ કરી તેની સ્મુધ પ્યુરી બનાવી લો.
- 4
ફરી એક પેનમાં બટર મૂકી તેમાં બનાવેલી ગ્રેવી નાંખી દો બટર છૂટવા લાગે એટલે તેમાં બાફેલા પાસ્તા ઉમેરી દો બરાબર મિક્સ કરો બધા પાસ્તામાં જેવી બરાબર લાગી જાય તેવી રીતે મિક્સ કરો સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર ચીઝ ખમણી નાખો. ગરમ ગરમ રેડ સોસ પાસ્તા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ