મલાઈ મોહનથાળ (Malai Mohanthal Recipe In Gujarati)

રક્ષા બંધન આવી રહી છે, તો શુદ્ઘ, સાત્વિક, પૌષ્ટિક અને ખૂબ જ ઓછાં ખર્ચ માં ઘર માં રહેલી વસ્તુ માં થી તમારા હાથે જ બનાવો તમારા વ્હાલા ભાઈ માટે મિઠાઈ. #SJR
મલાઈ મોહનથાળ (Malai Mohanthal Recipe In Gujarati)
રક્ષા બંધન આવી રહી છે, તો શુદ્ઘ, સાત્વિક, પૌષ્ટિક અને ખૂબ જ ઓછાં ખર્ચ માં ઘર માં રહેલી વસ્તુ માં થી તમારા હાથે જ બનાવો તમારા વ્હાલા ભાઈ માટે મિઠાઈ. #SJR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં ધ્રાબો આપવા માટે લોટ માં ૪ ચમચી દૂધ અને ૪ ચમચી ઘી નાખીને હાથે થી બરાબર મિક્ષ કરી ને દબાવી ને ઢાંકી ને ૧૦-૧૫ મિનિટ મૂકી રાખો.
- 2
હવે ધ્રાબો આપેલા લોટ ને હાથેથી મસળી સ્ટીલ ની કાણાં વાળી ચારણી થી ચાળી લો, સરસ દાણેદાર લોટ તૈયાર થઈ જશે.
- 3
હવે નોનસ્ટિક કડાઈમાં માં ઘી લઈ તેમાં ચારેલો લોટ લઈ ધીમા થી મધ્યમ તાપે સતત હલાવતા રહી લોટ ને ૮-૧૦ મિનિટ સુધી શેકો. સહેજ કલર બદલાયેલો લાગશે અને લોટ શેકાવવા ની સુગંધ આવશે.
- 4
ત્યારબાદ તેમાં ઘર ની જ ભેગી કરીને મૂકેલી મલાઈ ઉમેરીને ફરી ૧૨-૧૫ મિનિટ ધીમા થી મધ્યમ તાપે સતત હલાવતા રહી શેકો. લોટ નો કલર વધારે બ્રાઉન થશે, લોટ ફેરવવા માં હલકો લાગશે અને ઘી દેખાવવા લાગે એટલે ગેસ બંધ કરી ૩-૪ મિનિટ સુધી હલાવતા રહેવું. ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લો. કુલ્લ ૨૫-૩૦ મિનિટ લોટ શેકાવા માં લાગશે.
- 5
હવે તેને સાઈડ માં મૂકી દો. હવે ચાસણી બનાવવા માટે તપેલીમાં ખાંડ અને પાણી લઈ ૧ તાર ની ચાસણી બનાવી લો. ૮-૧૦ મિનિટ લાગશે.
- 6
હવે ચાસણી ને શેકાયેલા લોટ માં ઉમેરી બરાબર મિક્સ કરી લો, લોટ પાતળું લાગશે પરંતુ હલાવતા રહેવાથી ૨ મિનિટ માં જ લોટ લચકા જેવું થઈ જશે, કદાચ જો ન થાય તો ૩-૪ મિનિટ ગેસ પર મૂકી હાલાવતા રહેવું
- 7
હવે તેને ઘી લગાડેલી થાળીમાં ઠારી દો, ઉપર બદામ પિસ્તા ની કતરણ પાથરી હળવા હાથે દબાવી, આખી રાત ઢાંકી ને મૂકી દો. સમય ન હોય તો ફ્રિજ માં પણ શેટ થવા મૂકી શકાય.
- 8
સવારે તેના કાપા પાડી ચોરશ ટુકડા કરી લો.
- 9
તો તૈયાર છે ખૂબજ સ્વાદિષ્ટ મલાઈ મોહનથાળ. એક વાર જરૂર બનાવો તેનો સ્વાદ ક્યારેય નહીં ભૂલાય. આ વાનગી બનાવવા ખૂબ જ ધીરજ જરુરી છે પણ એનું પરિણામ એટલું જ મીઠું મળશે.😊
Top Search in
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (10)