વેજ પીઝા કેનપ (Veg Pizza Canape Recipe In Gujarati)

ક્રિસમસનું સેલિબ્રેશન અને ખાવામાં પણ હેલ્ધી છોકરાઓને પીઝા જેવો ટેસ્ટ આવે ને ટેસ્ટી લાગે#XS
વેજ પીઝા કેનપ (Veg Pizza Canape Recipe In Gujarati)
ક્રિસમસનું સેલિબ્રેશન અને ખાવામાં પણ હેલ્ધી છોકરાઓને પીઝા જેવો ટેસ્ટ આવે ને ટેસ્ટી લાગે#XS
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં દહીં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું અને થોડું મોણ બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી લોટ બાંધવાનો
- 2
પછી બધા શાકભાજીને ઝીણા ઝીણા સમારી એક ડીશમાં તૈયાર કરવા
- 3
મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ ને ઝીણું છીણી લેવું
- 4
જે લોટ બાંધીને આપણે તૈયાર કર્યો છે તેના નાના લુઆ બનાવી તેને પૂરી જેવા વણી જે બીબુ આવે વાટકી જેવું એમાં દબાવી દેવાના
- 5
ઓટીજી ને દસ મિનિટ માટે પ્રી હિટ કરવાનું પછી જે કેનપ્સ આપણે બનાવ્યા એને ઓટીજી માં મૂકી દેવાના 20 મિનિટ માટે હા કે નાસને આપણે ડીપ ફ્રાય પણ કરી શકીએ છીએ
- 6
ઓટીજી નું ટેમ્પરેચર 160 રાખો દસ મિનિટ થાય પછી ચેક કરી લેવો કેનપ ને કડક થવા દેવા
- 7
કેનપ્સ બેક થઈ જાય પછી તેની અંદર કેપ્સીકમ ડુંગળી અને ટામેટું તેની ઉપર પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ નું નાખવી અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી પાછો 10 મિનિટ માટે બેક કરવા મૂકો
- 8
બેક થયા પછી કેનપ ની ચીઝ ઓગળી જશે અને ખાવા માટે તૈયાર છે વેજ પીઝા કેનપ
Keywords
Similar Recipes
More Recipes
- પાણીપુરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
- એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
- ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)
- વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
- ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉની (Christmas Tree Chocolate Brownie Recipe In Gujarati)










ટિપ્પણીઓ