બટાકા નો લીલો ચેવડો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છાલ ઉતારીને ખમણ માટે રેડી કરો.. એક મોટા બાઉલમાં બરફની ઠંડું પાણી તૈયાર કરો બટાકાની છીણ માટે જાડી ખમણી લેવાની અને બટાકાનું છીણ પાડી બરફના ઠંડા પાણીમાં ધોવાનું આ રીતે બે વખત ઠંડા પાણીમાં ધોવાનું તેથી બટાકા માં રહેલો સ્ટાર્સ નીકળી જાય. ઠંડા પાણીમાં 1/2 લીંબુ નીચોવી દેવાનું તેથી ખમણ ક્રિસ્પી બને.
- 2
ત્યારબાદ બટાકાના છીણ એને નિતારીને કપડા ઉપર થોડીવાર માટે કોરું થવા રહેવા દો..
- 3
ત્યારબાદ ઉપર જણાવેલો બધો મસાલો રેડી કરો.
- 4
એક કડાઈમાં તેલ મૂકી બટાકાનું ખમણ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો પછી શીંગદાણા તળવાના કાજુ બદામ તળવાની અને કાળી દ્રાક્ષ પણ તળવાના અને મરચા અને લીમડાના પાનને પણ તળી લેવાં.. ત્યાર પછી ઉપર જણાવેલો બધો મસાલો નાખી ને ચેવડા મિક્સ કરી લો. તૈયાર છે લીલો ચેવડો સર્વ કરવા માટે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723426







ટિપ્પણીઓ