તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને સાફ કરીને તેને એક પેનમાં અથવા કડાઈમાં ધીમા તાપે શેકી લો. પછી તેને એક અલગ વાસણમાં કાઢી લો.
- 2
હવે એક વાસણમાં 1 ચમચીઘી નાખો. પછી તેમાં ગોળને કાપીને ઉમેરો. હવે ગોળની પાઈ તૈયાર કરો. ગોળની પાય ચેક કરવા માટે એક વાટકીમાં બે થી ત્રણ ટીપા ગોળ ની ચાસણીના ઉમેરો. ગોળની ચાસણીનું ટીપુ પાણીમાં કડક થઈ જાય અને તેને ફેકવાથી તેમાંથી પથ્થર જેવો અવાજ આવે તો સમજવું કે ગોળની પાય તૈયાર છે.
- 3
હવે તેમાં તલ ઉમેરો અને બરાબર હલાવી નાખો ગેસ પણ બંધ કરી નાખો કિચનના પ્લેટફોર્મ પર ઘી અથવા તેલ લગાવીને ચીકીના મિશ્રણને પાથરી દો. એક વેલણ ઉપર ઘી અથવા તેલ લગાવીને તેને વણી લો ચીકી ઠંડી થાય તે પહેલા તેમાં કાપા પાડી લો જેથી સહેલાઇ થી ચીકી ના ટુકડા કરી શકાય.
- 4
તલની ચીકી બનીને તૈયાર છે. તેને ગુલાબની પાંદડીઓથી સજાઓ અને તેની મજા માણો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753512















ટિપ્પણીઓ (29)