પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)

સેવ તો ઘણા પ્રકાર ની આવે, જેમકે રતલામી, આલુ બિકાનેરી,
આજે મેં પીઝા જેવો સ્વાદ લાગે એવી પીઝા સેવ બનાવી છે
જે બાળકો થી વડીલો સુધી બધા ને ભાવશે
પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
સેવ તો ઘણા પ્રકાર ની આવે, જેમકે રતલામી, આલુ બિકાનેરી,
આજે મેં પીઝા જેવો સ્વાદ લાગે એવી પીઝા સેવ બનાવી છે
જે બાળકો થી વડીલો સુધી બધા ને ભાવશે
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ લઇ ને ગરમ થાય પછી લસણ નાખી brown થાય ત્યાં સુધી સાતલવું
- 2
પછી મિક્સર બાઉલ માં લસણ, ચીલી ફ્લેક્સ, કાળા મરી નો ભૂકો, પીઝા સોસ,રાખી ને એકદમ બારીક વાટી લેવું
- 3
પછી એક મિક્સિંગ બાઉલ માં ચણા નો લોટ, મીઠું, હળદર, અને 2 મોટી ચમચી તેલ લઇ ને હાથ થી મિક્સ કરવું.
- 4
પછી એમાં જે બારીક મસાલો બનાવ્યો એ નાખી દેવો
- 5
પછી જરૂર મુજબ પાણી લેવું, અને બરાબર હાથ થી મસળી ને લોટ બાંધવો (લોટ soft પોચો) હોવું જોઈએ જેથી એ સેવ ના સંચા માં સારી રીતે સેવ પડી શકે લોટ બરાબર મસળવું જરૂરી છે
- 6
પછી એક કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરવા રાખવું અને સેવ પાડવાના સંચા માં લોટ ભરી લેવો અને સેવ પાડવી, ગેસ મધ્ય આંચ પર રાખવો.
- 7
ઠંડી થાય એટલે હવા ના લાગે એવા વાસણ માં ભરી લેવી
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (5)